વાહનો નો વ્યાપ વધતા છાશવારે અકસ્માતો ની સંખ્યા વધતી જણાય છે વાહન ચાલકો ની એક ભુલ કેટલાય પરીવારો બરબાદ કરી નાખે છે આજે ગુજરાત માં એક ખુબ જ દુઃખદ ઘટના સામે આવી છે ભાદરવી પૂનમના માં અંબે અંબાજી દર્શન કરવા ચાલતા માતાજી ના સાનિધ્ય માં જાતા શ્રધ્ધાળુઓ સાથે ખુબ દુઃખ દાયક.
ઘટના સામે આવી છે જેમાં ૭ લોકોના મોત અને ૯ લોકો ઈજાગ્રસ્ત થયા છે કમકમાટીભર્યા આ અકસ્માતથી લોકોમાં દુઃખની લાગણી ફેલાઇ ગઇ છે સમગ્ર ઘટના અનુસાર ઈનોવા કાર ચાલક મહારાષ્ટ્ર પૂને થી ૨૦ કલાકથી એકધારું ડ્રાઈવ કરીને આવતો હતો પોતાના સ્ટેરીગં પર નો કાબુ ગુમાવતા બાજુમાં પદયાત્રીઓ પર ગાડી ચડાવી દેતાં.
૭ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા અને ૯ લોકો ગંભીર રુપે ઘાયલ થયા છે સમગ્ર પથંક સહીત ગુજરાત ભરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે માતાજી ના દર્શન કરવા જતા પદયાત્રીઓ ના પરીવારજનો હૈયા ફાટ રુદન કરી રહ્યાછે આ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરતા દુઃખ વ્યક્ત કર્યું છે.
સાથે જણાવ્યું છે કે મને ખુબ દુઃખ છે મૃતક પરીવારજનો ને ૪ લાખ સહાયરૂપ આને ઘાયલ લોકોને ૫૦ હજાર રુપિયા ની સહાય આપવાની જાહેરાત કરુંછું આ અકસ્માતના કારણે આખો હાઈવે લોહીથી લથબથ થઈ ગયો છે સમગ્ર વિસ્તારમાંથી લોકો ઈજાગ્રસ્ત ને મદદ કરવા પહોંચી ગયા છે આને કરુણતા સાથે દુઃખ ની લાગણીઓ.