Cli

અમરેલીના ભૂતપૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરનું 67 વર્ષની વયે આ ગંભીર બિમારીથી થયું નિધન.

Uncategorized

ગુજરાત રાજકારણ અને કોંગ્રેસ પક્ષ માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અમરેલી લોકસભા મતવિસ્તારના ભૂતપૂર્વ સાંસદ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મરનું બુધવારે બપોરે 12.15 વાગ્યે તેમના નિવાસસ્થાને લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તેઓ 67 વર્ષના હતા. કોંગ્રેસના અમરેલી જિલ્લા એકમના પ્રમુખ પ્રતાપ દુધાતે તેમના અવસાનની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે વિરજી ઠુમ્મર છેલ્લા ચાર વર્ષથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા.લોકપ્રિય ખેડૂત નેતા અને રાજકીય સફરવિરજી ઠુમ્મરે પોતાની જાહેર જીવનની શરૂઆત એક જાગૃત ખેડૂત નેતા તરીકે કરી હતી

અને નાની ઉંમરે જ જિલ્લા પંચાયત સભ્ય બનીને જનસેવાની શરૂઆત કરી હતી. તેઓ વર્ષ 2004 થી 2009 દરમિયાન લોકસભામાં અમરેલી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા અને સંસદમાં ખેડૂતો અને સામાન્ય જનતાના પ્રશ્નો આક્રમક રીતે ઉઠાવ્યા હતા.વર્ષ 2017 થી 2022 દરમિયાન તેમણે અમરેલી જિલ્લાના લાઠી વિધાનસભા મતવિસ્તારમાંથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે સેવા આપી હતી.રાજકીય ક્ષેત્રે શોકની લહેર અને અંતિમયાત્રાએક આક્રમક અને નિડર નેતા તરીકે ઓળખાતા વિરજી ઠુમ્મરે 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ લાઠી બેઠક પરથી લડી હતી. તેમના આકસ્મિક અવસાનથી કોંગ્રેસ પક્ષ અને અમરેલી જિલ્લાના લોકો માટે ક્યારેય ન પુરાય તેવી ખાલી જગ્યા ઊભી થઈ છે.

બુધવારે સાંજે 5 વાગ્યે તેમની અંતિમયાત્રા કાઢવામાં આવશે. તેમના નિધનના સમાચાર મળતા જ કોંગ્રેસ તેમજ શાસક ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોએ વિરજી ઠુમ્મરને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મરના અવસાનના સમાચાર સાંભળતા જ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે પોતાના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને અને કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મરના નિધનને લઈ શોક વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *