ગુજરાત માં વિધાનસભા ચૂંટણી ના પડઘમ વાગી રહ્યા છે જેમાં ઘણા ઉમેદવારો ને ટીકીટ આપવામાં આવી છે તેઓ હર્ષભેર ઉજવણી કરી ચુટંણીના પ્રચારમા લાગી ગયા છે તો ઘણા પક્ષના વર્ષો જુના કાર્યકર્તાઓ ને ટીકીટ ના ફાળવતા રોષ પણ પોતાના પક્ષ પર જોવા મળ્યો છે એવું જ ગુજરાતની 39 વિરમગામ વિધાનસભા સીટ પર થી સામે આવ્યું છે.
જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હાર્દિકભાઈ પટેલ સામે હજુ સુધી કોંગ્રેસ પોતાનો ઉમેદવાર જાહેર નથી કરી શકી કારણ ખુબ મોટું છે કોંગ્રેસ નો અંદરોઅંદર નો વિખવાદ ખુબ મોટું સ્વરૂપ ધારણ કરી ચુક્યો છે જે મામલો હાઇકમાન્ડ પાસે પહોંચ્યો છે અહીંયા કોંગ્રેસ પક્ષમાંથી વિરમગામ ના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ ને રીપેટ કરવામાં આવવાની ખબરો.
સામે આવતા જ ઠાકોર સમાજના કોંગ્રેસ કાર્યકરોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે વિસ્તારમાં મોટી સંખ્યામાં જનમેદની સાથે ઠાકોર સમાજની વિવિધ સંગઠનોની એકતાથી સભાનું આયોજન કરી મનુજી ઠાકોર અમરસિંહ ઠાકોર અને નટુજી ઠાકોર આ કોંગ્રેસ પાર્ટી ના દિગ્ગજ જુના ત્રણ ઉમેદવારો મેદાનમાં ઉતારી ને કોંગ્રેસ પાસે ટીકીટ માગંણી કરી હતી.
અને કોઈપણ ને ટિકિટ મળે આ ત્રણે ઠાકોર એકબીજાને સમર્થન આપવા માટે પણ તૈયાર હતા પરંતુ તેમની વાત કોંગ્રેસ પાર્ટી એ ના સાભંડી વિરમગામ વિધાનસભા સીટ પર ઠાકોર સમાજ ની વસ્તી 1 લાખથી પણ વધારે છે જે પોતાના સમાજના ઉમેદવારને ધારાસભ્ય જોવા માંગે છે આ સમયે કોંગ્રેસ ઠાકોર કાર્યકરોએ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર.
જઈને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો લોકો મુજબ લાખાભાઈ ભરવાડે આ વિસ્તારમાં કામ નહીવત કર્યા છે આને આયાતી ઉમેદવાર છે એવુ જણાવીને વિરોધ કર્યોછે આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ માં પણ ખેચંતાણ સામે આવી છે સુત્રો ના જણાવ્યા અનુસાર લાખાભાઈ ભરવાડ ને ટીકીટ આપવા માટે ભરતસિંહ સોલંકી કહી રહ્યા છે.
લાખાભાઈ ભરવાડ અને ભરતસિંહ સોલંકી ના પારીવારીક સંબંધો ગાઢ અને વર્ષો જુની મિત્રતા છે પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ એ પણ આ વિશે કોઈ પ્રતિક્રિયા આપી નથી કોંગ્રેસ પાર્ટીના આ આતંરીક વિવાદનો મામલો હાઇકમાન્ડના હાથ માં છે કોઈપણ ઉમેદવાર ની ટક્કર હાર્દીક પટેલ સાથે છે.
આ વચ્ચે લાખાભાઈ ભરવાડ સામે નો ઠાકોર સમાજનો વિરોધ કોંગ્રેસ ને નુક્સાન કરી શકે એવું જાણવા મળ્યું છે આ વિસ્તારમાં ઠાકોર સમાજના કોંગ્રેસ કાર્યકરોએ રાજીનામાં આપી ને આમ આદમી પાર્ટી ના ઉમેદવાર કુવંરજી ઠાકોર ને પણ સમર્થન આપવાની તૈયારી દર્શાવી છે જે નિર્ણય હજુ સુધી જાહેર નથી કરાયો.