આમ તો સામાન્ય રીતે આઝાદી બાદ ભારત પાકિસ્તાન ના વિભાજન બાદ ભારત અને પાકિસ્તાન ના સિમાડા સતત એકબીજા સાથે વેરઝેરની આગ માં સગળતા રહે છે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર ભલે તણાવ હોય, પરંતુ વિદેશમાં રહેતા બંને દેશોના લોકો એકબીજા સાથે ખૂબ જોડાયેલા છે. ઘણીવાર એવું જોવા મળે છે કે કપલમાંથી કોઈ પાકિસ્તાનને ચીયર કરે છે તો તેનો પાર્ટનર ભારતનો ધ્વજ ઊંચો રાખે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2022ની આ મેચમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. એક જોડીની તસવીર વાઈરલ થઈ રહી છે, જેમાં તે વ્યક્તિ હાથમાં ખાસ એક કાર્ડ પકડેલો જોવા મળી રહ્યો છે,
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ ફોટોમાં વ્યક્તિના હાથમાં જે પ્લેકાર્ડ છે તેના પર મોટા અક્ષરોમાં લખેલું છે,
“દિલ હૈ હિન્દુસ્તાની, લેકીન બીવી પાકિસ્તાની….” દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલા આ કપલ ફોટોમાં એકસાથે અલગ અંદાજ જોવા મળે છે. તેમની પાછળ પણ દર્શકોનો ઉત્સાહ પણ અનેરો છે અને એના પતિ ભારતીય ધ્વજ લહેરાતા જોવા મળે છે.તો પાકિસ્તાન ને સમર્થન કરતી એની પત્ની પાકીસ્તાની ધ્વજ પકડી ઉભી દેખાય છે.
આ પતિપત્ની ઘણી બધી તસવીરો સામે આવી છે, જેમાં પતિ હાથમાં બોર્ડ ઉપર લખાણ લખીને તેને દર્શાવતો જોવા મળે છે. આ ઉપરાંત એક તસવીરમાં તે સ્ટેડિયમની બહાર ઉભેલા પણ જોવા મળે છે. અન્ય એક તસવીરમાં બે વ્યક્તિઓ આ પ્લે કાર્ડને સામે રાખીને તસવીર ક્લિક કરતા પણ જોઈ શકાય છે. તો એક તસ્વીરમાં વિરાટ કોહલીને તેમને દેખાડ્યો છે.
ભારત પાકિસ્તાન ની આ એશીયા કપ મેચમાં ભારતીય ટીમે 5 વિકેટે જીત મેળવી હતી. આ મેચની જીતનો હીરો હાર્દિક પંડ્યા રહ્યો હતો. ભારતીય ટીમને અંતિમ 4 બોલમાં જીતવા માટે 6 રનની જરૂર હતી. હાર્દિકે આગળનો બોલ કવર તરફ રમ્યો પણ તે સીધો ફિલ્ડરના હાથમાં ગયો.પછી 3 બોલમાં 6 રનની જરૂર હતી.બીજા જ બોલ પર હાર્દિક પંડ્યાએ સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આ પહેલા 19મી ઓવરમાં હાર્દિકે હરિસ રઉફ સામે ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે 17 બોલમાં 33 રન બનાવ્યા હતા.ભારતીય ટીમે વિજય સાથે શરુઆત કરી હતી.