Cli
vikram thakor story

વિક્રમ ઠાકોરના લાંબા વાળ પાછળ શું છે કહાની? જાણો વિક્રમભાઈ કેમ રાખે છે લાંબા વાળ ?

Story

ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર વિક્રમ ઠાકોરને તો તમે જાણતા જ હશો, તમે તેમની અનેક ફિલ્મો પણ જોઈ હશે અને તેમના જેવી સ્ટાઈલ મારવાની કોશિશ પણ કરી જ હશે, તમે એ પણ જાણતા જ હશો કે વિક્રમ ઠાકોર ગાયક બન્યા પછી જ અભિનય ક્ષેત્રમાં આવ્યા હતા. પરંતુ શું તમે એ જાણો છો કે તેમની ગાયક તરીકેની કારકિર્દીની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ હતી?

જો ન જાણતા હોય તો આજનો અમારો લેખ તમારા માટે જ છે. આજના આ લેખમાં અમે તમને વિક્રમ ઠાકોર વિશે , તેમના કરિયર અને અંગત જીવન અંગે કેટલીક અવનવી વાતો જણાવીશું જે તમે આજ પહેલા ક્યાંય નહિ સાંભળી હોય સૌપ્રથમ વાત કરીએ તેમની કારકિર્દીની શરૂઆત અંગે તો, એ તો તમે જાણતા જ હશો કે આપણા ગુજરાતી કલાકારોમાંથી મોટાભાગના કલાકારો એક ગરીબ પરિવારમાંથી આવે છે, વિક્રમ ભાઈ પણ એમાંના જ એક છે. વિક્રમ ભાઈ જેમ ફિલ્મોમાં વાંસળી વગાડતા જોવા મળે છે તે જ રીતે તે નાનપણથી વાંસળી વગાડતા હતા.

તને રાખડી ભગાડવાનો શોખ હતો તેથી તેઓ પોતાના ભાઈ સાથે ભજનમાં જતા હતા. જે બાદ તેમને પોતાના અવાજમાં ગરબાની એક કેસેટ બહાર પાડી હતી.આ કેસેટ માં તેમને ગરબા સાથે યુવાનોને ગમે તેવા લોકગીતો પણ ગાયા હતા. તેમની આ કેસેટ ખૂબ જ સફળ રહી હતી.આ સફળતા બાદ તેમને સ્ટેજ શો એ કરવાની શરૂઆત કરી હતી. જે બાદ તેમના ડાયરેકટર એ તેમની સાથે ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો હતો. જોકે ઇન્ટરવ્યૂમાં વિક્રમભાઈના જણાવ્યા અનુસાર તેમણે સૌપ્રથમ ફિલ્મમાં કામ કરવાની ના કહી દીધી હતી તેમને કહ્યું હતું કે તેમને અભિનય કરતા નથી આવડતું તે માટે તે કામ નહીં કરે. પરંતુ ટીમ દ્વારા મનાવવામાં આવ્યા પછી વિક્રમભાઈએ ફિલ્મમાં કામ કરવાની હા પાડી હતી.જો કે આ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી જેને કારણે તેમને અભિનય કરિયરની સફર ચાલુ રાખી.

જો કે આ સફર દરમિયાન તેમને ઘણા સંઘર્ષનો સામનો પણ કરવો પડ્યો હતો. એક ઇન્ટરવ્યૂ દરમિયાન વિક્રમભાઈના જણાવ્યા અનુસાર વાંસળી વગાડતા શીખ્યા બાદ તેઓ વિસનગરમાં આવેલા આરોહી સ્ટુડિયો પર વાંસળી વગાડવા જતા હતા જ્યાં તેમને માત્ર ૫૦૦ રૂપિયા આપવામાં આવતા હતા.

આ તો થઈ તેમના કરિયર અંગેની વાત પરંતુ બીજો પ્રશ્ન જે વિક્રમભાઈના દરેક ચાહકના મનમાં ઊભો થતો હોય છે તે છે કે વિક્રમભાઈ લાંબા વાળવાળી હેર સ્ટાઈલ કેમ રાખે છે? જો તમને પણ આવો પ્રશ્ન થતો હોય તો તમને જણાવી દઈએ કે વિક્રમભાઈએ આ હેર સ્ટાઈલ કોપી કરી નથી. તેમના જણાવ્યા અનુસાર તેમની ચોથી ફિલ્મ પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય દરમિયાન તેઓ કઈક નવી હેર સ્ટાઈલ રાખવા ઈચ્છતા હતા જેથી તેમને લાંબા વાળમાં સાઈડ પાંચથી સાથેની હેર સ્ટાઈલ રાખવાનો વિચાર કર્યો હતો. જોકે વિક્રમભાઈના જણાવ્યા અનુસાર હેર સ્ટાઇલ બદલવાથી તેમના ઘણા ચાહકો તેમનાથી નારાજ થયા હતા. પરંતુ બાદમાં તે ચાહકોએ વિક્રમભાઈની આ હેર સ્ટાઈલ અપનાવી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *