કહેવાય છે ને કે સફળતા ક્યારેય કોઈ એક વ્યક્તિની નથી હોતી.કોઈ પણ સફળતામાં તમારી સાથે કામ કરનાર વ્યક્તિનું પણ બરાબરનું મહત્વ હોય છે. તેમાં પણ વાત જો ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની હોય ત્યારે તો તમારી સફળતા ચોક્કસ તમારા સાથી કલાકારની મહેનતનો ભાગ હોય છે.
આ જ કારણ છે કે બોલીવુડ હોય કે ગુજરાતી દરેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ એક અભિનેતા અને અભિનેત્રીની જોડી ખૂબ જ લોકપ્રિય બનતી હોય છે. લોકો વારંવાર આ જોડીને એક જ ફિલ્મમાં જોવા ઈચ્છતા હોય છે . અને લાંબા સમય સુધી આ જોડી ફિલ્મી પડદે એક સાથે ન જોવા મળતા ચાહકોના મનમાં અનેક પ્રશ્નો પણ ઊભા થતા હોય છે.
હાલમાં આવું જ કંઈ જોવા મળી રહ્યું છે ગુજરાતી ફિલ્મની જાણીતી અભિનેત્રી મમતા સોની અને અભિનેતા વિક્રમ ઠાકોર સાથે. વિક્રમ ઠાકોર અને મમતા સોનીની જોડી એક સમયે કેટલી લોકપ્રિય હતી એ તો તમે જાણતા જ હશો. દર બીજી ફિલ્મમાં આ જોડી સાથે જોવા મળતી હતી.એટલું જ નહિ વિક્રમ ઠાકોર અને મમતા સોનીના ગીતો પણ એક સમયે સુપરહિટ સાબિત થઈ રહ્યા હતા.
પરંતુ હાલમાં વિક્રમ ઠાકોરની કોઈપણ ફિલ્મમાં મમતા સોની જોવા મળી રહ્યા નથી જેને કારણે અભિનેતાના ચાહકોના મનમાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જો કે હાલમાં જ આ પ્રશ્ન નું નવારણ સામે આવ્યું છે. પાછલા કેટલાય વર્ષોથી પુછાય રહેલા આ પ્રશ્નનો હાલમાં જવાબ મળી ગયો છે. હકીકતે વાત એવી છે કે વિક્રમ ઠાકોર હાલમાં પ્રેમ કહાની ઉપર નહીં પરંતુ સામાજિક મુદ્દા ઉપર ફિલ્મ બનાવી રહ્યા છે.
જેને કારણે તેઓ મમતા સોનીને ફિલ્મમાં લઈ શકતા નથી.પરંતુ જાણકારી અનુસાર તેમની આવનારી ફિલ્મમાં અભિનેતા મમતા સોની સાથે જોવા મળે તેવી શક્યતા છે વાત કરીએ વિક્રમ ઠાકોરની હાલની ફિલ્મ અંગે તો તેઓ હાલમાં જ ખેડૂત ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.