તમે 17 હજાર ફૂટની ઊંચાઈ એક ફ્લાઈટમાં બેઠા હો તમે નીચે જુઓ તો હજારો ફૂટ નીચે જમીન હોય ફ્લાઈટ ધીમે ધીમે આગળ વધતી હોય અચાનક આસપાસનું વાતાવરણ એ બગડવા લાગે અને એ સમયે વિમાનને જોરદાર ઝટકો આવે અને વિમાન આગળના ભાગથી તૂટી જાય કેટલી બીક લાગે આવું વિચારીને પણ હવે કોકપેટમાં બેઠેલા પાયલટ સામે સૌથી મોટો સવાલ એ હોય કે આ વિમાનને સુરક્ષિત રીતના લેન્ડ કેવી રીતના કરાવીશું?
આવો બનાવ ગઈકાલે બન્યો છે. પટનાથી લખનઉ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઈટ 69925 માં એવું જ બન્યું કે જ્યારે હવામાં હજારો ફૂટ ઉપર ફ્લાઈટ હતી અચાનકથી બધાને લાગે છે કે વીજળી પડી અને ફ્લાઈટના આગળનો જે નોઝ હોય એ તૂટી જાય રાહતની વાત એ છે કે વિમાનમાં સવાર 104 મુસાફરો છ ક્રુ મેમ્બર અને એટલે ટોટલ 110 લોકો જે છે એ સુરક્ષિત છે. બુધવારે બપોરે 3 વાગ 10 મિનિટે ઇન્ડિગોની ફ્લાઈટ 6925 એ પટના એરપોર્ટ પરથી લખનઉ માટે ઉડાન ભરી બધુ સામાન્ય રીતના હતું પરંતુ લખનઉ નજીક પહોંચતાની સાથે જ હવામાન બગડ્યું એટલે કે ત્યાં ઉપર જે છે હવામાન જે છે થંડરસ્ટ્રોમ ચાલુ થઈ ગયા.
વિમાન લગભગ 17,000 ફૂટની ઊંચાઈએ હતું. પ્રાથમિક અહેવાલો જે સામે આવ્યા છે એ દરમિયાન વિમાન જે છે એ આકાશી વીજળી એના ઉપર પડી અને એના કારણે એનું નોઝ જે છે એ કોર્પિટની સામેના આગળના ભાગને નુકસાન થયું. જો કે બાદમાં ઇન્ડિગોના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું કે વિમાન ખરાબ હવામાન નહી પણ હેલસ્ટ્રોમ એટલે કે કરા પડવાની સ્થિતિના કારણે ત્યાંથી પસાર થયું ને એટલે નોઝનો જે રેડોમ છે એ ક્ષતિગ્રસ્ત થયો એટલે નુકસાનનું ચોક્કસ કારણ એ વીજળી પડવું કે કરા પડવું છે એ હજી ફાઇનલ નથી થયું અહીં એક વાત સમજવી જરૂરી છે કે વિમાનના નોઝ પર જે રેડોમ હોય છે એની અંદર એ વેધર રડાર સિસ્ટમ હોય છે આ સિસ્ટમ પાયલટને આગળ હવામાન વાવાજોડું વાવાજોડું છે કે પછી ખરાબ હવામાન વાળી સ્થિતિ છે એ બધાનું વિશ્લેષણ કરી અને માહિતી આપતું હોય છે એટલે વિમાનમાં આ ભાગને જો નુકસાન થાય છે તો પછી આગળ જ્યારે વિમાન ચાલે છે તો એ ટેકનિકલ ખૂબ મોટી ક્ષતિ આવી શકે છે કારણ કે પાયલટને એ માહિતી જ મળતી બંધ થઈ જશે કે આગળ વાતાવરણ કેવું છે તો એ કેવી રીતના ત્યાંથી પોતાનું વિમાન પસાર કરશે જ્યારે વિમાનને નુકસાન થયું ત્યારે પાયલટ સ્થિતિને સંભાળી લીધી અને લખનઉ એર ટ્રાફિક કંટ્રોલ એટલે કે એટીસીનો સંપર્ક કર્યો વિમાનને ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવા માટેની તૈયારીઓ કરવામાં આવી એરપોર્ટ ખાલી કરી દેવામાં આવ્યું અને તરત એ વિમાન જે છે એને લેન્ડ કરાવ્યું.
હવે દરેકની નજર એ વસ્તુ પર હતી કે વિમાન એ સુરક્ષિત રીતના રનવે પર ઉતરે છે કે કેમ આખરે અનેચાર વાગ્યે આખરે વિમાન સુરક્ષિત રીતના લેન્ડ થયું. ટેકનિકલ તપાસ બાદ વિમાનને આગળની ઉડાન માટે ગ્રાઉન્ડ પર લેવું કે કેમ એમાં શું ક્ષતિ છે એ બધી જ શરતીઓ દૂર કરી અને એને ઉડાડી શકાય છે કે કેમ એ બધું જોવામાં આવશે પણ આવી ઘટનાઓ હવે સામાન્ય નથી. આગળ લખનઉથી એ જે ફ્લાઈટ છે અમદાવાદ જવાની હતી ત્યાંથી એ ઉપડવાની પણ હતી અને એ બધું જ અત્યારે ખોરવાઈ ગયું. અમદાવાદ જવાથી જે મુસાફરો હતા એ બીજા વિકલ્પ એમને આપવામાં આવ્યા ઇન્ડિગોએ બીજી ફ્લાઈટ તૈયાર કરી પણ એ વીજળી પડવી હોય કે કરા પડવા હોય જ્યારે તમે આટલા હજારો ફૂટ ઉપર હોવ અને અચાનકથી ઝટકો આવે ત્યારે સૌથી પહેલા તમને અનેક ઘટનાઓ સામે આવી જાય છે.
વિમાનમાં થતી ટેકનિકલ ખામીઓ અને વિમાનની જે ડિઝાઇન હોય છે એ ડિઝાઇનમાં પણ જો ચૂક થોડીક પણ રહી ગઈ હોય તો એ બહુ જ ભયાનક દુર્ઘટના સાબિત થઈ શકે છે. વીજળી વિમાનના એક ભાગમાંથી પ્રવેશી જાય એવી ડિઝાઇન હોય જે મોટા ભાગે વિમાનની જે હોય એટલે એક ભાગમાંથી પસાર થઈ જાય બીજા ભાગેથી બહાર નીકળી જાય પરંતુ તેનો અર્થ એ નથી હોતો કે વિમાનને કોઈ નુકસાન ન થાય એટલે જો વીજળી પણ પડે છે તો એને નુકસાન થાય જ છે બહારના ભાગમાં સેન્ટર રડાર રેડોમ જે હોય છે એ સિસ્ટમ જે છે એને નુકસાન થાય તો પછી ટેકનિકલી ખૂબ મોટો ઇશયુ થઈ જાય કારણ કે તમને તમે ગાડી પણ ચલાવતા હોય એટલે ગાડીનું ઉદાહરણ આપું તમને તો ગાડી ચલાવતા હોય તો રાત્રે તમે ચલાવતા હોય તો તમે હેડલાઈટ ચાલુ રાખો તમને ખબર પડે કે આગળ રસ્તા પર શું આવવાનું છે.
હવે તમે આકાશમાં જો તો તમારી પાસે બહુ ઓપ્શન્સ નથી રહેતા એટલે તમારી પાસે એક એક સિસ્ટમ છે નોઝ પર એ રેડાર છે કે જેના કારણે તમને ખબર પડે છે કે આગળ વાતાવરણ કેવું છે 17000 ફૂટની ઊંચાઈએ બનેલી આ ઘટનામાં 110 લોકોની સુરક્ષા જે છે એ જળવાઈ રહી એમનામાં કોઈ પડકાર તો હતો પણ એમને કોઈ જાનહાની ન થઈ શાંતિથી એ ફ્લાઈટ જે છે એ લેન્ડ થઈ ગઈ પણ સમસ્યાઓ અઢળક છે સુરક્ષાની જવાબદારી કોની જમીન પર જો એ ફ્લાઈટ ન આવતી તો શું શું થતું આ બધા જ પ્રશ્ન છે કારણ કે એવિએશનની દુનિયામાં એક નિયમ હંમેશાથી ઉપર હોય છે કે વિમાનમાં કોઈપણ ટેકનિકલ ખામી નાની પણ હોય એની શંકા પણ હોય તો ઉડાન કરતાં સુરક્ષાને પ્રાથમિકતા આપવી પડે આ ઘટનામાં પણ એવું દેખાયું કે સુરક્ષાને પ્રાથમિકતા અપાઈને તરત એને લેન્ડ કરાવવામાં આવી પણ પ્રશ્ન એ જ આવે છે કે જ્યારે હવામાં આટલા ઉપર કઈ થાય છે તો પછી પાયલટ પાસે પણ ઓપ્શન્સ કેટલા બચતા હોય છે