ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ [સંગીત] પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના ગિફ્ટ સિટીમાં સૂટ સ્પેસ નામની કંપની ખોલીને રોકાણકારના કરોડો રૂપિયા સિરવી લીધા અંદાજે 400 કરોડ રોડના કોભાણનો મુખ્ય આરોપી ઉત્પલ પટેલ વિદેશમાં જલસા કરી રહ્યો છે જ્યારે રોકાણકારો પોતાના રૂપિયા માટે રજડપાટ કરી રહ્યા છે આ બધાની વચ્ચે ડભોડા પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી જેમાંથી એક આરોપી ઉત્પલ પટેલની પત્ની ભૂમિ છે ભૂમિ પણ વિદેશ ભાગવાની ફિરાકમાં હતી એરપોર્ટ સુધી તો તે પહોંચી ચૂકી જ હતી પરંતુ તે ફ્લાઈટમાં બેસીને ઉડન છૂ થાય તે પહેલા જ ડભોડા પોલીસે તેને
અમદાવાદ એરપોર્ટ પરથી જ ધર પ્રકડ કરી લીધી ભૂમિ પટેલ પોતે હેરી હોસ્પિટાલિટી કંપનીની પણ મુખ્ય ડિરેક્ટર છે. આ કંપનીની ઓફિસ રાજસ્થાનના ઉદયપુરમાં છે. ભૂમિને સૂટ સ્પેસ કંપનીમાં વાર્ષિક 50 લાખ રૂપિયાના તોતિંગ પગાર સાથે ઓન બોર્ડ કરવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે ભૂમિ પટેલને બે કરોડ રૂપિયા એડવાન્સ પગાર ચૂકવી દેવાયો હતો. આમ રોકાણ કરોના પરસેવાના પૈસા લઈને ડેટા સેન્ટર ઊભું કરવાના બદલે પ્રમોટર્સે પોતાની વૈભવી લાઈફસ્ટાઇલ અને એડવાન્સ પગારો ચૂકવવામાં વપરી રહ્યા હતા. તપાસમાં એવી પણ હકીકત સામે આવી છે કે ભૂમિ પટેલના ઘરનું જે સરનામું છે એ જ મકાન સૂટ સ્પેસ કંપનીએ પ્રોટીયમ ફાયનાન્સમાંથીએક કરોડની લોન લેવા માટે ઘીરો મૂક્યું હતું
એટલે કે બંને કંપનીઓ આર્થિક રીતે એકબીજા સાથે જોડાયેલી છે. તેની સાથે ધ્રુવ ચૌધરી નામનો એક આરોપી પણ ઝડપાયો છે ધ્રુવ ક્લાઉડીજી ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડનો ડાયરેક્ટર [સંગીત] છે. તે પણ સૂટ સ્પેસ અંતર્ગત ચાલતી ફ્રોડ કંપની છે. ભૂમિ પટેલ BMW જેવી લક્ઝરીયસ કારમાં ફરતી હતી. આ કાર પણ પોલીસે કબ્જે કરી લીધી છે. દ્રશ્યોમાં જોઈ શકો છો ભૂમિનો વૈભવી ઠાટ માટ આ બધુ જ જલસા રોકાણ કરોના રૂપે થતા હતા અને આવી ચર્ચાઓ અત્યારે જોર પણ પકડી રહી છે. શૂટ સ્પેસના ખર્ચના દસ્તાવેજોની તપાસ દરમિયાન સામે આવ્યું કે કંપનીએ ફક્ત એક જ નાણાકીય વર્ષમાં માર્કેટિંગ અને ઇવેન્ટ્સ પાછળ 3 કરોડ રૂપિયાથી વધુનો ધુમાડો કરી નાખ્યો. [સંગીત] આ કોઈ સામાન્ય ખર્ચ ન હતો
ભવ્ય અને લક્ઝરીયસ ઇવેન્ટસ યોજીને ફાઈવ સ્ટાર હોટલોમાં પ્રોગ્રામ કરીને નવા રોકાણકારોને આંજી દેવાની આ એક સુનિયોજિત ચાલ હતી. ઉત્પલ પટેલની વાતો અને ઇવેન્ટનો ભપકો જોઈને રોકાણકારો ભરમાઈ ગયા જ્યારે ઉત્પલ પટેલ આજ પૈસાના જોરે સતત વિદેશ પ્રવાસો કરતો હતો અને રોકાણકારોના પૈસે ચર્ચા કરતો હોવાનું જાણવા મળ્યું છે. રોકાણકારોનો આક્ષેપ છે કે ઉત્પલ પટેલ જ આખા કોભાંડનો માસ્ટરમાઈન્ડ છે. ઉત્પલ પટેલે આખરે રોકાણકારોને કેવી રીતે આકર્ષ્યા કેવી રીતે લોકોને ફસાવીને ચૂનો ચોપડવામાં આવ્યો તેની હકીકત જાણીને તમે પણ હેરાન રહી જશો. ઉત્પલ પટેલે કંપનીની ઓળખ ડેટા સેન્ટર ભાડે આપતી કંપની તરીકે પ્રસ્તુત કરી રોકાણકારોને એવી લાલચ આપી કે કંપનીમાં રૂપિયા રોકો એટલે તમને ટીવી એટલે કે ટેરાબાઇટમાં સ્ટોરેજ મળશે અને આ સ્ટોરેજ તમારા વતી કંપની જેને જરૂરિયાત હોય તે કંપની કે વ્યક્તિને ભાડે આપતી હોવાનો દાવો કરતી
અને ભાડાની જે આવક થાય તેમાંથી રોકાણકારોને દર મહિને અમુક રકમ ભાડા તરીકે ચૂકવવામાં આવતી હતી ધારો કે 50,000 ના રોકાણ સામે દર મહિને 1500 રૂપિયા ભાડું મળે તો કોણ નાલ છે 50,000 ની સામે વાર્ષિક 18000 રૂપિયા ભાડા સ્વરૂપે વ્યાજ મળે એટલે 36% રિટર્ન આટલું રિટર્ન કોઈ બેંકે એસઆઈપીમાં પણ નથી મળતું તેમાં કંપની રોકાણકારોને ભાડા સ્વરૂપે આવી મોટી રકમ ઓફર કરી રહી હોવાથી દેશભરના રોકાણકારોએ ગિફ્ટ સિટીની કંપની હોવાનો વિશ્વાસ રાખીને કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. કોઈએ લોન લઈને રોકાણ કર્યું તો કોઈએ પોતાના દાગીના વેચીને રોકાણ કર્યું હતું પરંતુ હવે તમામ રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે. રોકાણકારોનું કહેવું છે કે કંપનીએ હવે તેમને ભાડું ચૂકવવાનું પણ બંધ કર્યું છે
અને જવાબ આપવાનું પણ ટાળી રહ્યા છે હવે કંપની રોકાણકારોને કેવી સ્કીમ આપતી હતી તેનું ગણિત પણ સમજો. શૂટ સ્પેસ ડિજિટલમાં રોકાણની સ્કીમ ટેરાબાઇટ ઉપર હતી. ઓછામાં ઓછું રોકાણકારએક ટીબી સ્ટોરેજ લઈને રોકાણ કરી શકે કંપનીમાંએક ટીબી સ્ટોરેજ માટે રોકાણકારે જીએસટી સાથે 38940 રૂપિયાનું રોકાણ કરવાનું રહેતું આ સ્ટોરેજ કંપની રોકાણકાર વતી ભાડે આપતી હતી અને જે આ વખત હતી તેમાંથી રોકાણકારને 1650 રૂપિયા ભાડા સ્વરૂપે દર મહિને ચૂકવાતા હતા કંપનીએ ડેટા સ્ટોરેજ પ્રમાણે જુદા જુદા ભાવ રાખ્યા હતા જેટલો વધારે સ્ટોરેજમાં રોકાણ કરવું એટલું જ વધારે ભાડું પણ મળતું અને રોકાણની રકમ સેફ રહેતી હોવાથી લાલચ અપાતી હતી. જેથી મોટા રોકાણકારો એવું વિચારીને રોકાણ કરવા લાગ્યા કે શેર માર્કેટમાં રોકીશું તો નુકસાન જવાનો ખતરો રહેશે જેના કરતાં જો આ કંપનીમાં રોકાણ કરીશું તો મહિનાની અમુક રકમથી આવક ફિક્સ થઈ જશે અને મૂડી પણ સેફ રહેશે પરંતુ આવી લાલચે જ લોભિયા રોકાણકારોને ડૂબાડી દીધા હતા