Cli

આર્યન ખાનની ધરપકડ થયા બાદ બેરોજગાર થયા શાહરૂખના હમશકલ ! બાળકોની ફી ભરવાના પણ પૈસા નથી…

Bollywood/Entertainment

હિન્દી સિનેમા જગતના જાણીતા સુપરસ્ટાર શાહરુખખાન પોતાની અલગ અદાઓના લીધે જાણીતા છે જેમને બોલીવુડમાં કિંગ ખાન તરીકે ઓળખવામાં આવે છે જેમણે બોલીવુડમાં અનેક હિટ ફિલ્મો આપી છે અને દોલત સોલત બહુ કમાઈ લીધું છે પરંતુ હમણાં થોડા દિવસો પહેલાજ એમનો પુત્ર આર્યન પાવડર કેશમાં પકડાતા શાહરુખના કેટલાય કામોમાં અસર પડી છે સાથે જણાવી દઈએ મોટી અસર શાહરુખ જેવા દેખાતા હમશકલ બેરોજગાર થતા દેખાઈ રહ્યા છે.

આર્યન ખાનની ધરપકડ બાદ શાહરુખ ખાન જેવો લૂક કહેવાતો રાજુ પણ બેરોજગાર બનતો જોવા મળી રહ્યો છે ત્યારે તાજેતરમાં એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતા રાજે કહ્યું હતું કે જ્યારથી આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી તેના કામ ઉપર મોટી અસર પડી છે રાજુએ જણાવ્યું હતુંકે આ સમય દરમિયાન આર્યન ખાનની પાવડર કેશમાં ધરપકડ કરવામાં આવી છે અને લોકો તેને હવે કામ આપી રહ્યા નથી અને અત્યારે બાળકોની ફી ભરવાના પણ પૈસા નથી.

શાહરુખ ખાન જેવો દેખાતો રાજુએ કહ્યુંકે તે શાહરૂખ ખાન જેવા દેખાવાને કારણે ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં કામ કરે છે પરંતુ જે રીતે લોકોના દિલમાં શાહરુખ ખાનની છબી બની જયપુરમાં તેના બે પ્રોજેક્ટ હતા પરંતુ બંને રદ કરવામાં આવ્યા છે પ્રોજેક્ટમાં કામ આપનારા લોકોનું કહેવુંછે કે અત્યારે શાહરૂખ ખાનનો રેકોર્ડ સારો નથી ચાલી રહ્યો આવી સ્થિતિમાં કામ કરવું યોગ્ય રહેશે નહીં સાથેજ રાજુએ વધુમાં કહ્યુંછે કે શાહરૂખ ખાન ફરી એકવાર ઉભા થશે અને બધાની સામે મક્કમપણે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *