બોલીવુડ ફિલ્મ અભિનેતા અને સુપરસ્ટાર અભિનેતા જીતેન્દ્ર ના પુત્ર તુષાર કપૂર આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ મારીચ ને લઈને ખુબ ચર્ચાઓ છવાયેલા છે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી દુર હતા ગોલમાલ ફિલ્મ ની સીરીઝ માં શાનદાર અભિનય બાદ તેઓ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી અચાનક ગુમ થઈ ગયા હતા.
એ વચ્ચે તાજેતરમાં દિગ્ગજ અભિનેતા નશરુદીન શાહ સાથે ની ફિલ્મ મારીચ ને લઈને ફરી તેઓ ચર્ચાઓ માં છવાયા છે આ ફિલ્મ 9 ડીસેમ્બર ના રોજ રિલીઝ થવા જઈ રહી છે આ દરમિયાન તુષાર કપૂર પોતાની ફિલ્મ ના પ્રમોશન માટે ખૂબ મહેનત કરી રહ્યા છે આ પહેલા પણ તેઓ શનિદેવ ના મંદીરે સ્પોટ થયા હતા.
મિડીયાની નજર ચુકાવી તેમને ગરીબ લોકોને ધાબળાનુ વિતરણ કર્યું હતું આ દરમિયાન તેમને તસવીરો લેવાની ના પાડી હતી એ વચ્ચે તાજેતરમાં ફરી બ્લેક શુટ બ્લેક ગોગલ્સ માં તે પોતાની ફિલ્મને પ્રમોશન માટે આવેલા હતા જે દરમિયાન તેઓ સ્પોટ થયા હતા અભિનેતા તુષાર કપુર ની ટક્કર કાજોલ સાથે છે.
9 ડીસેમ્બર ના રોજ અભિનેત્રી કાજોલની ફિલ્મ સલામ વેકી રીલીઝ થવા જઈ રહી છે બંનેની ફિલ્મ એક સાથે રીલીઝ થસે તુષાર કપુર ઘણા વર્ષો બાદ સીધી ટક્કર કાજોલ સાથે લેવા માંગે છે બોક્સ ઓફિસ પર તુષાર કપૂર ને દર્શકો કેવો પ્રેમ આપે છે એ જોવું રહ્યું કાજોલ પણ પોતાની ફિલ્મ સલામ વેકી નું પ્રમોશન જોર શોર થી કરી રહી છે.