જામનગર જિલ્લામાંથી ખૂબ જ કરુણ બનાવ સામે આવ્યો છે દીકરીના લગ્ન લેવાયા હતા માંડવો નખાયો હતો અને વિવાહના ઢોલ વાગી રહ્યા હતા બીજા દિવસે જાન આવવાની હતી અને દીકરીના પિતાએ ખુદ ખુશી કરી લેતા લગ્નનો માહોલ મો!તના મરસીયા થી ગુંજી ઉઠ્યો હતો સમગ્ર ઘટના અનુસાર જામનગર ના નવાગામ ઘેડ મધુરમ.
સોસાયટીમાં રહેતા નરોત્તમભાઈ છગનભાઈ રાઠોડ ત્રણ સંતાનોના પિતા હતા ત્રણ દિકરીઓ અને એક દિકરો જેમાં મોટી દિકરીનો સંબંધ સિક્કા ગામે કરવામાં આવ્યો હતો દીકરીના લગ્ન યોજવામાં આવ્યા હતા જે નિમિત્તે નરોત્તમભાઈના પરિવારજનો તેમના ત્રણ ભાઈઓ એકત્ર થઈ અને તેમના ઘેર આવેલા હતા લગ્નનો માંડવો નખાયો હતો.
પરંતુ દીકરીની જાન આવવાના આગળના દિવસે જ નરોત્તમભાઈ સવારે ચા પી અને ઘરની બહાર ગયા હતા અને બાજુમાં ચાલતી એક કન્ટ્રક્શન સાઇટ પર ગળે ફાં!સો લગાવી અને ખુદ ખુશી કરી લીધી હતી ઘરના લોકોને એમ લાગી રહ્યું હતું કે કોઈ કામ અર્થે બહાર ગયા છે પરંતુ નરોત્તમ ભાઈ નો દીકરો ત્યાંથી પસાર થતા.
પિતાને લટકતા જોઈને હૈયાફાટ રૂદન કરવા લાગ્યો હતો અને ઘેર આવીને તેને આ ઘટના વિશે જણાવતા પરિવારજનોમાં દુઃખની લાગણી ફરી વળી હતી અને લોકોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા એક દીકરીની પીઠી સુકાઈ ગઈ હતી અને હૈયાફાટ કરીને બોલી રહી હતી કે પપ્પા તમે આવું શા માટે કર્યું તમે કેમ અમને છોડીને ચાલ્યા ગયા.
આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આજુબાજુના લોકોની પૂછ પુછપરછ કરી અને તેમને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો પરિવારજનો અને આજુબાજુના લોકોના જણાવ્યા અનુસાર નરોત્તમ ભાઈને કોઈ જાતની આર્થિક તકલીફ ન હતી લગ્નની તમામ તૈયારી તેમને કરી નાખી હતી.
તેઓ આર્થિક રીતે સુખી હતા અન્ય કોઈ દબાણ પણ નહોતું તેમને દીકરીના લગ્નના આગળના દિવસે શા માટે ખુદ ખુશી કરી તેનું રહસ્ય હજુ સુધી ઉકલાયુ નથી પરિવારજનો એ દીકરીના લગ્ન મોકુફ રાખીને નરોત્તમ ભાઈના અંતિમ સંસ્કાર કર્યા હતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.