Cli

મહાન ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું 69 વર્ષની ઉંમરે દુઃખદ નિધન…

Bollywood/Entertainment Breaking

મિત્રો આજે બહુ દુઃખ સાથે જણાવવું પડે છેકે મશહૂર સંગીતકાર અને ગાયક બપ્પી લહેરીનું નિધન થઈ ગયું છે મુંબઈની એક હોસ્પ્ટિલમાં બપ્પી લહેરીએ અંતિમ શ્વાસ લીધા બપ્પી દાના નામથી જણીતા એલોકેશ લાહિરી 69 વર્ષના હતા જાણકારી મુજબ બપ્પી લહેરીનું નિધન રાત્રે લગભગ 11 વાગે થયું હતું.

તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને મુંબઈની ક્રિટીકેર હોસ્પ્ટિલમાં એમની લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી જણાવી દઈએ કે બપ્પી લહેરીને સોનુ પહેરવાનો અને હંમેશા ચશ્માં લગાવીને રાખવાનું બહુ પસંદ હતું ગળામાં સોનાની મોટી મોટી ચેન હાથમાં મોટી મોટી વીંટીઓ સાથે ખુબજ પ્રમાણમાં.

સોનુ પહેરવું એમની એક અલગ ઓળખાણ હતી આપણા મહાન સંગીતકાર કમ્પોઝર બપ્પી લહેરી આજે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે એમના જવાથી બોલીવુંડ ઈન્ડસ્ટ્રીઝમાં શોકની લહેર છવાઈ ગઈ છે ઈન્ડસ્ટ્રીઝમાં એમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે બપ્પી લહેરીના આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *