ભારતના ખૂબ જ લોકપ્રિય કોમેડી કલાકાર અને મિમિક્રી આર્ટિસ્ટ રાજુ શ્રીવાસ્તવ નું હદયરોગના કારણે દુઃખદ અવસાન થયું હતું દેશભરમાં એમના ખુબ ચાહકો એમની અંતિમયાત્રા માં જોડાયા હતા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ દુઃખ નું મોજું ફરી વળ્યુ હતું આ વચ્ચે રાજુ શ્રીવાસ્તવ ની પ્રાર્થના સભામાં.
ઘણા બધા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો આવ્યા હતા જેમાં રાજુ શ્રીવાસ્તવના નજીકના મિત્ર કોમેડિયન જોની લીવર ખૂબ થઈ ગયા હતા અને મીડિયા વચ્ચે જણાવ્યું હતું કે અમારા માટે ઘણું મોટું નુકસાન છે અમે અમારો એક ભાઈ ગુમાવ્યો છે અમે બંનેએ ખૂબ સાથે કામ કર્યું છે અમે બંને એ સ્ટ્રગલ સાથે ચાલુ કર્યું હતું.
અમારા વચ્ચે ફેમિલી રિલેશન સાથે અમેં બંને પાડોશી પણ હતા કોમેડી પ્લેટફોર્મના અમારા ભાઈ અમે ખોયાછે જે ખૂબ સારું કામ કરતા હતા ઘણું એમના માંથી અમે શિખતા પણ હતા એમની ફેમિલી આજે દુઃખમાં છે અમને પણ ઘણું દુઃખ છે સાથે જે મીડિયા કર્મીઓ અને ચાહકો આજે દુઃખ વ્યક્ત કરવા આવ્યા છે એ પણ ખૂબ મોટી વાત છે.
આ સમયે સાકેતં ભોંસલે એ પણ પોતાની પત્ની સાથે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજુભાઈ અમારા માટે પ્રેરણા રૂપ હતા ઘણું બધું એમના પાસેથી શીખવા મળ્યું છે એમના જવાથી અમને ખૂબ જ દુઃખ છે ઘણા બધા કલાકારોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું સાથે જણાવ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોહીનુર એવા રાજુ શ્રીવાસ્તવ અચાનક જતા રહ્યા એ કુદરતે અન્યાય કર્યો છે આપણી સાથે.