ભારતમાં બાબા કેદારનાથ ધામ હિન્દુ સંસ્કૃતિ સભ્યતા ની એક ઝાંખી છે લોકો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા માટે આવે છે પરંતુ કેદારનાથ બાબાના ધામમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે કેદારનાથ પાસે બપોરે બાર વાગે યાત્રીઓ સાથે આવતું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તારીખ 18 અને મંગળવાર ના રોજ પ્રાઈવેટ કંપની આર્યન હેલી ના.
હેલિકોપ્ટર પાછાથી ઉડાન ભરી હતી અને ગરુડ ચટ્ટી પાસે ખરાબ હવામાન ના કારણે ક્રેશ થયું હતું હેલિકોપ્ટરમાં કેદારનાથ જતા ભક્તો હતા આ ઘટના મા પાયલોટ સાથે 7 યાત્રીઓ નું ઘટના સ્થળે જ દુઃખદ નિધન થયું હતું સાત યાત્રીઓમાં ભાવનગરની ત્રણ દીકરીઓ હોવાનું પણ સામે આવ્યું હતું ભાવનગરમાં રહેતી બે પિતરાઈ બહેનો.
ઉર્વી જયેશભાઈ બારડ અને કૃતિ કમલેશભાઈ સાથે પૂર્વા રામાનુજ નામની દિકરી ભાવનગર જિલ્લાના શિહોરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું આ ત્રણેય દીકરીઓ બાબા કેદારનાથના ધામમાં હેલિકોપ્ટરથી પહોંચી હતી અને તેમને નાથના દર્શન કર્યા હતા સાથે એક યુવતીએ આ દુર્ઘટનાના પહેલા જ સોશિયલ મીડિયા.
પર બાબા કેદારનાથના દર્શન ની તસ્વીરો પણ શેર કરી હતી અને હેલિકોપ્ટરનો એક વિડીયો પણ શેર કર્યો હતો જેમાં તેને કેપ્શનમાં હેલિકોપ્ટરનો નજારો લખ્યું હતું સાથે કેદારનાથના લોકેશન ને પણ ટેગ કર્યુ હતુ પરંતુ કોને ખબર હતી કે તે તેમના જીવનનો અંતિમ નજરો બની જશે આ ત્રણે દીકરીઓએ બાબાના દર્શન કર્યા.
બાદ હેલિકોપ્ટરથી દાવર આવવા પરત ફરી રહી હતી અને ત્રણે દીકરીઓના ચહેરા પર પોતાના વતન આવવા માટેની ખુશી દેખાઈ રહી હતી તે આવનારી મુસીબતથી અજાણ હતી એટલામાં હેલિકોપ્ટર સાથે દુર્ઘટના થઈ અને ત્રણેય દીકરીઓ મોતને ભેટી આ ત્રણેય દીકરીઓ ના કરુણ મોત ને લીધે ભાવનગર માં શોકનું માતમ છવાઈ ગયું હતું.
પરીવાર જનો ખુબ દુખ વ્યક્ત કરતા હતા આ ઘટનામાં ભાવનગરની ત્રણ યુવતીઓ છે એવી માહિતી કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને આપી હતી તેમને હોલિકોપ્ટરની ટિકિટ બુકિંગ ની તસ્વીર ટ્વીટરમાં શેર કરતા જણાવ્યું હતું કે કેદારનાથ ખાતે હેલિકોપ્ટર તૂટી પડેલું છે જેમાં ભાવનગર ની દીકરીઓ હતી તે ખબરથી હું ચિંતા છું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી.
અને મુખ્યમંત્રીશ્રીને વિનંતી છેકે સત્વરે યોગ્ય બચાવ હાથ ધરે અને જરૂરી તમામ વ્યવસ્થા કરે પીએમ મોદીએ પણ કેદારનાથ હેલિકોપ્ટરની દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો સાથે પરીવારને સાતત્વના અને યુવતીઓને શ્રધાંજલિ આપી હતી પરમાત્મા એમના પરિવારજનોને આ દુઃખ માંથી બહાર આવવાની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે ઓમ શાંતિ ઓમ.