આજના યુગમાં બાળકો અથવા યુવાનો દરેક વ્યક્તિ નાની નાની વાતે માતાપિતાને ફરિયાદ કરતા હોય છે.તેમની રોકટોક પર ગુસ્સો કરી ઘર છોડી દેવાની વાત કરતા હોય છે પરંતુ ઘરથી વિખૂટા પડ્યા બાદ વ્યક્તિ ની હાલત શું થાય છે તે વાતની ગંભીરતા ને તેઓ સમજી નથી શકતા હાલમાં અમદાવાદના રાણીપુર શાહ વાડી નજીકથી એક વ્યક્તિનો વીડિયો સામે આવ્યો છે જે આ વાતની ગંભીરતાને સંપૂર્ણપણે સાબિત કરે છે.
અમદાવાદના રાણીપુર શાહ વાડી નજીકથી સંજય ભાઈ નામના એક યુવા વ્યક્તિ નો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સંજય ભાઈના વાળ વિખરાયેલા અને વધેલા છે, સાથે જ તેમની દાઢી પણ વધેલી છે. શર્ટ કલર ન ઓળખી શકાય એ હદ સુધી ગંદુ થઈ ગયું છે અને તેમને પહેરેલું પેન્ટ પણ એક ચાદરની દોરી ના સહારે પહેર્યું છે આસપાસના લોકોનુ કહેવું છે કે સંજયભાઈ પાછલા ૧૦ વર્ષથી આ જગ્યા પર આજ રીતે રઝળતું જીવન ગાળી રહ્યા છે અને લોકોએ ફેંકેલો વધેલો ખોરાક ખાઈને જીવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે તેઓ માનસિક અસ્થિર છે.
સંજય ભાઈની વાત કરીએ તો તેમનું કહેવું છે કે તેઓ ઓડિશાના બહેરામપુરાના રહેવાસી છે. તેઓ કામ માટે અહી અમદાવાદ આવ્યા હતા, પરંતુ કામ ન મળતા તેમની આ હાલત થઈ છે. તમને જણાવી દઇએ કે ગરીબો ની મદદ કરનાર પોપટ ભાઈ અને તેમની ટીમને સંજયભાઈ અંગે જાણકારી મળતા જ તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી.સંજયભાઈનો આ વીડિયો તેમને પોતાની ચેનલ તેમજ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
જણાવી દઇએ કે એક તરફ આજના યુવાનો માબાપને હોટેલ માં લઇ જતા પણ શરમાઈ છે ત્યારે પોપટ ભાઈએ સંજય ભાઈ પાસે બેસી ઘૂઘરા ખાધા અને તેમને ખવડાવ્યા પણ હતા.જે બાદ પોપટભાઈ એ જાતે સંજય ભાઈના વાળ કાપ્યા હતા.જે બાદ નવા કપડા પહેરાવી તેમને તૈયાર કર્યા હતા કહેવાય છેને પ્રેમથી કોઈપણ વ્યક્તિને પોતાનું બનાવી શકાય છે આ વાત પોપટ ભાઈના પ્રયાસો પરથી સાબિત થાય છે.