થોડા દિવસો પહેલાજ મોટા કલાકાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ફેમ નટુ કાકાનું નિધન થયું હતું ત્યારબાદ ગુજરાતના એક મોટા કલાકારનું અવસાન થયું છે મિત્રો હાલ એક સમાચાર મળી રહ્યાછે કે ગુજરાતી કલાકાર ચન્દ્રકાન્ત પડ્યાનું મુંબઈમાં 78 વર્ષની વયે નિધન થયું છે તેઓ ઘણા સમયથી બીમાર હતા ત્યારે ગઈ કાલે સાંજે એમનું નિધન થયું છે.
ચન્દ્રકાન્ત પડ્યાને કેં!શર જેવી ભયાનક બીમારી હતી આ લાંબી બીમારી બાદ તેઓ અવસાન પામ્યા છે ચન્દ્રકાન્ત પડ્યાની વાત કરીએ તો એમણે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં મહત્વું યોગદાન આપેલુ છે કહેવાયછે કે ચન્દ્રકાન્ત પંડ્યાએ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એક નવો યુગ લાવ્યો હતો તેમને અનેક સુપરહિટ ફિલ્મો ગુજરાતીમાં આપી છે.
ચન્દ્રકાન્ત પંડ્યાએ 125 થી વધૂ ફિલ્મોમાં કામ કર્યું છે એમને પોતાના કરિયરના ઘણા નાના મોટા કલાકારો સાથે કામ કર્યું છે જેવા કે ઉપેન્દ્ર ત્રિવેદી કિરણ કુમાર અને અરવિંદ ત્રિવેદી જેવા દિગ્ગ્જ અભિનેતાઓ સાથે કામ કર્યું છે તેઓ રામાયણ સીરિયલમાં પણ કામ કરી ચુક્યા છે જેમાં નિષાદરાજનો કર્યો હતો અભિનય.
ચન્દ્રકાન્ત પંડ્યાનું મૂળ વતન બનાસકાંઠાના ભીલડી ગામનું છે પરંતુ અંદાજિત પચાસ વર્ષથી તેઓ એમના કૂટુંબ સાથે મુંબઈ સ્થાઈ થયેલા હતા પરંતુ ગઈ કાલે એમનું નિધન થયું છે એમના નિધનથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં શોકનું વાતાવરણ ફેલાયું છે અને ગુજરાતના નાના મોટા કલાકારો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.