ઉત્તરપ્રદેશના મઉ જિલ્લાની હેરાન કરી દે તેવી ખબર સામે આવી છે અહીં બાંગ્લાદેશની એક યુવતી છેલ્લા દોઢ વર્ષથી નામ બદલીને ગેર કાનૂનીથી રહેતી હતી આ મહિલાનું નામ ફરસાના છે તેની ફેસબુક દ્વારા દોસ્તી મઉના રહેવાસી ગુલશનથી થઈ બંને વચ્ચે પ્રેમ થઈ ગયો બંનેનો પ્રેમ એટલો ગાઢ બની ગયો.
કે ફરસાના પોતાનું ઘર છોડીને બાંગ્લાદેશથી વિઝા વગરજ દરિયાઈ માર્ગે નાવમાં બેસીને કોલકત્તા આવી ગઈ અહીં રાહ જોઈને ઉભો ગુલશન વતન મઉ આવી ગયો અને તેણે ફરસાનાથી લગ્ન કરી લીધા ફરસાનાએ પોતાનું નામ બદલીને સોના રાજભર રાખી લીધું આ નામ સાથે સરસાના પતિ સાથે મઉ એરિયાના એક ભાડાના મકાનમાં રહેવા લાગી.
ફરસાનાનું આ રાજ ક્યારેય દુનિયા સામે ના આવોત જો તેનો જગડો તેના પતિ ગુલશન સાથે ના થયો હોત ગુલશન અને ફરસાના વચ્ચે વાત વાતમાં જગડો થઈ ગયો તેના બાદ ફરસાના મોત વહાલું કરવા માટે નદીમાં કૂદવા જઈ રહી હતી ત્યાં રહેલા લોકોએ તેનો જીવ બચાવી લીધો અને પોલીસના સોંપી દીધી.
પોલીસે ફરસાનાની પુછતાજ કરી તો જાણવા મળ્યું કે તેણે 21 હજાર એજન્ટને આપીને નાવના સહારે કોલકતા આવી હતી મહિલાએ એ પણ કીધું કે બોર્ડર ઉપર બે સેનાના જવાનોએ તેનું પાસપોર્ટ પણ ચેક કર્યું જે નકલી હતું પરંતુ તે સુરક્ષા અધીરૂકારીઓને ધોખો આપવામાં કામયાબ થઈ ગઈ અને તે ભારત આવી ગઈ.
આ મામલામાં પોલીસે જણાવ્યું હતું કે મહિલા બાંગ્લાદેશના મધુપુર જિલ્લાના અસલાના ગામની રહેવાસી છે બંને વચ્ચે ચાલતા જગડાના કારણે આ વાતનો પર્દાફાર્શ થયો હતો જેને લઈને ગુલશન અને ફરસાના બંને સામે ઉત્તરપ્રદેશની પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.