દેશભરમાંથી લૂંટેરી દુલ્હનના ઘણા બધા કિસ્સાઓ સામે આવતા રહ્યા છે માત્ર ફિલ્મમાં નહીં પણ અસલ જિંદગીમાં પણ ઘણા લુટેરી પરિવારો ભોગ બની ચૂક્યા છે દલાલો આ પ્રકારના કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવે છે અને લોકોના પૈસા એઠવાનું કામ કરે છે એવો જ એક હેરાન જનક કિસ્સો કલો શહેરમાંથી સામે આવ્યો છે.
કલોલ ના ઈસંડ ગામે બ્રાહ્મણ યુવક લગ્ન કરવા ઉત્સુક હતો તેના માતા પિતાએ તેના માટે કન્યા શોધી આપવાની જવાબદારી દલાલ ગોરધન પ્રજાપતીને સોંપી હતી ગોરધન પટેલે વિસ્તારમાં બે ત્રણ યુવકોને કન્યા લાવી આપી લગ્ન કરાવ્યા હતા ગોરધન પ્રજાપતી બ્રાહ્મણ પરિવારના ઘેર પહોંચ્યા તેમને ઘરબાર જોઈ અને બ્રાહ્મણ.
પરિવારના ઘેર જમી ને અને ખાતરી કરી ત્યારબાદ તેઓ બ્રાહ્મણ પરિવારને લઈને અમદાવાદ નરોડા વીમુબેન રાજેશભાઈ રાજાને ત્યાં પહોંચ્યા બ્રાહ્મણ પરિવારને દીકરી પસંદ આવી અને તેમને ગોરધન પ્રજાપતિને હા પાડી ગોવર્ધન પ્રજાપતિએ દોઢ લાખની માંગણી કરી બ્રાહ્મણ પરિવાર એ આપવા માટે તૈયાર થયો.
છોકરી નું નામ સાધના જણાવ્યું અને 300 ના સ્ટેપ પર સોગંધનામુ પણ કરવામાં આવ્યું ટોકન પેટે 30 હજાર વીમુબેનના હાથમાં આપ્યા બ્રાહ્મણ પરિવાર એ કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યું કોર્ટમાં પહોંચતા સાધનાના પરિવાર પાસે આધારકાર્ડ નહોતું લગ્ન કરવાની ઉત્સુકતાથી માત્ર સોગંદનામાં પર બ્રાહ્મણ પરિવાર સાધનાને.
પોતાની ઘરની વહુ બનાવવા તૈયાર થયો અને ગોરધનભાઈ પ્રજાપતિના હાથમાં બાકીના એક લાખ વીશ હજાર આપ્યા કુલ દોઢ લાખ ચુકવી બ્રાહ્મણ પરિવાર એ કલોલના મહાકાળી મંદિરમાં હિન્દુ રીતી રિવાજ અનુસાર લગ્ન કર્યા લગ્નના એક મહિના બાદ સાધનાની માં વીમુબેન આવતા બે ચાર દિવસ માટે હું મારા પિયર જાઉં છું.
એમ કહીને સાધના બ્રાહ્મણ પરિવારને છોડીને નરોડા ગઈ ત્યારબાદ તેની માં વીમુબેન અને સાધના બંને ફરાર થઈ ગયા બંનેના મોબાઇલ પણ સ્વીચ ઓફ આવવા લાગ્યા બ્રાહ્મણ પરિવાર એ નરોડા પહોંચીને તે મકાનમાં તપાસ કરતા તેમને જણાવ્યું કે અમે ઓળખતા નથી અને ક્યાં છે એ અમને ખબર નથી બ્રાહ્મણ પરિવાર ખૂબ જ મુશ્કેલીમાં મુકાયો અને તેમને છત્રોલના રહેવાસી.
જેવો એ આ સંબંધ કરાવ્યો હતો એ ગોરધન ભાઈ પ્રજાપતિને આ વાતની જાણ કરતા તેમને જણાવ્યું હતું કે પૈસા પાછા નહીં મળે અને એ દીકરી પણ હવે તમારા ઘેર નહીં આવે તમારાથી જે થાય તે કરી લો ત્યારબાદ બ્રાહ્મણ પરિવાર એ વીમુ બહેન અને સાધના સાથે દલાલ ગોરધન પ્રજાપતિ વિરુદ્ધ કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ કલોલ પોલીસે હાથ ધરી છે.