સ્વરા ભાસ્કરે બાયકોટ પર એ જવાબ આપ્યો છે જેની કોઈ ઉમ્મીદ પણ ન કરી શકે અહીં બધાને એવું લાગી રહ્યું હતું કે સ્વરા બાયકોટના સવાલ પર એવું કહેશેકે આ ખોટું છે લોકોએ બાયકોટ નહીં કરવું જોઈએ પરંતુ સ્વરાએ તો સાચું કહી દીધું અને કહ્યું એતો બદલાવ છે અને લોકોના વિચાર બદલાય છે તેનો આ વિડિઓ વાયરલ થઈ રહ્યો છે.
હકીકતમાં સ્વરાને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું હતું કે ફિલ્મો નથી ચાલી રહી બાયકોટ ટ્રેન્ડ ચાલી રહ્યો છે ફિલ્મો ન ચાલવાનું કારણ શું હોઈ શકે તેના પર તમે શું કહેશો ત્યારે સ્વરાએ કહ્યું હું એ વાતથી સહમત નથી કે ફિલ્મો નથી ચાલી રહી ફિલ્મો ચાલી રહી છે દરેક ભાષાની ફિલ્મો ચાલી રહી છે તેને આપણે પોઝિટિવ રીતે જોવું જોઈએ.
બાકી અન્ય ભાષા ડબિંગછે એ પણ ચાલી રહી છે ડબિંગ ફિલ્મો ચાલી રહી છે મતલબ ફિલ્મો ચાલી રહી છે બધું બરાબર છે આપણે બધાને અલગ કરીને વિચારી રહ્યા છીએ કે હિન્દી છે તમિલ તેલુગુ છે લોકો જઈ રહ્યા છે ફિલ્મો જોવા ટાઈમ બદલાઈ ગયો છે પ્રેક્ષકોના વિચારો બદલાયા છે ઓડિયન્સ સારા કંટેન ગોતી રહી છે.
અહીં સ્વરા ભાસ્કરે પોતાના બયાનમાં એ ચોખ્ખું કહ્યું કે લોકો બાયકોટ નહીં પરંતુ લોકોના વિચારો બદલાય છે ફિલ્મો પ્રત્યે વિચાર બદલાયા છે અહીં સ્વરા ભાસ્કરના કહેવા મુજબ લોકોને બૉલીવુડ હોય કે સાઉથ એમને માત્ર કેન્ટન પસંદ આવે છે અને જોવા જઈએ તો સાઉથ અત્યારે કંટેન અને સ્ટોરી મામલે બોલીવુડને ટક્કર મારી રહ્યું છે.