ગુજરાત સૌરાષ્ટ્ર માં બેસહારા વૃદ્ધ નિરાધાર લોકોને પોતાના ફાઉન્ડેશન દ્વારા હંમેશા મદદરૂપ થતા પોપટભાઈ આહીર ગુજરાતમાં ખુબ લોકપ્રિયતા ધરાવે છે તાજેતરમાં તેઓ મહુવા પહોંચ્યા હતા ત્યાં તેમને એક એક દાદા જોયા જે પોતાની 65 વર્ષની ઉંમરે ફ્રુટ ની લારી ચલાવી રહ્યા હતા તેમની પાસે જઈને પોપટભાઈ એ વાત કરવાનો પ્રયત્ન કર્યો કે દાદા તમે.
અહીં કેટલા સમયથી ફ્રુટનો વ્યાપાર કરો છો ત્યારે દાદાએ જણાવ્યું કે છેલ્લા 20 વર્ષ સુધી હું આ જગ્યા પર ફ્રુટ નો વેપાર કરું છું પોપટભાઈએ પરિવારજનો અને તેમના રહેણાંક વિશે પૂછ્યું ત્યારે દાદાએ જણાવ્યું કે મારો પરિવાર માત્ર મારી ત્રણ દીકરીઓ છે જેમના લગ્ન થઈ ચુક્યા છે હું એકલો રહું છું અહીં રસ્તા પરજ એક કેબીનમા સામાન મુકીને.
રસ્તા પર જ આમ લારીમાં જ રાત્રે સુઈ જાઉં છું પોપટભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા કે દાદા તમે આ લારી પર સુવો છો અને આ વેપાર માંથી આવેલા પૈસાનું શું કરો છો તો દાદાએ જણાવ્યું કે એ પૈસા હું મારી દિકરીઓ ને મોકલાવું છું જે તે અહીં જમી લઉ છું પોપટભાઈ એ લારી વિશે પુછતા દાદાએ જણાવ્યું કે આ મારી લારી નથી જે ઘણી.
તુટેલી હાલતમાં હતી એને દેખાડી કહ્યું કે આ લારી એક ભાઈની છે જે મને વાપરવા માટે આપી છે મારે લારી લેવાની હતી હપ્તે પણ હાલ પૈસા નહોતા એટલે પછી લઈશ પોપટભાઈ એ જણાવ્યું કે હું આપના માટે લારીની વ્યવસ્થા કરુ એમ જણાવી મહુવા માંથી નવી લારી બનાવડાવી ખરીદીને દાદાને આપતા જણાવ્યુંકે હું માત્ર એક માધ્યમ છું.
આ લારી આપને એક એવા પરીવાર તરફથી ભેટ છે જેમને આ મદદ કરવા માટે પોતાનું નામ જણાવવાની મને ના પાડી છે જેમને રામ ભરોસે આ લારી આપને ભેટ આપી મદદ કરી છે એ પરીવારનો ધન્યવાદ વ્યક્ત કરતા પોપટભાઈ એ જણાવ્યું કે આપની દાદા હીમંતને દાદ છે આટલા વર્ષો બાદ પણ તમે દિકરીઓ માટે મહેનત કરો છો.
દાદાએ દાતા અને પોપટભાઈ નો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે હવે હું નવી લારીમાં ધંધો કરીશ પોપટભાઈ એ આવા લોકોની મદદ માટે આગળ આવવા જણાવ્યું અને રસ્તા પર વેપાર કરતા લોકોની પાસે નહીં પણ મોલ માં ભાવ કરો એમ જણાવી ને પોતાની લાગણીઓ લોકો સામે અભિવ્યક્ત કરી હતી.