તમે એ તો જાણતા જ હશો કે આજના યુગમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે. યુવાનો પોતાના વૃદ્ધ માબાપ ને વૃદ્ધાશ્રમમાં મૂકતા થઈ ગયા છે. પરંતુ શું તમે એ જાણો છો કે એક તરફ જ્યાં કેટલાક યુવાનો પોતાના સગા માબાપને વૃદ્ધાશ્રમ માં મૂકવાની તૈયારી કરતા હોય છે ત્યાં બીજી તરફ અમુક એવા યુવાનો પણ છે જે અજાણ્યા વ્યક્તિના માતાપિતાને નવું જીવન આપતા હોય છે.તમને થશે કે આજની આ દુનિયામાં આવો સમય કોની પાસે હશે? ખરું ને! પરંતુ જ્યા રાવણ હોય ત્યાં રામ પણ તો હોય જ ને. તો દુનિયામાં પણ કઈક એવું છે.
એક તરફ સગા સંબંધીઓ પૈસા પૂરા થતા સાથ છોડી દે છે. તો બીજી તરફ અમુક સંસ્થાઓ, યુવાનો ગરીબ લોકોને નવું જીવન આપવા, તેમના જીવનમાં બદલાવ લાવવા પ્રયત્ન કરે છે.આવા જ એક વ્યક્તિ છે તરુણ મિશ્રા. લગભગ ૨૩ થી ૨૬ વર્ષની ઉંમર ધરાવતા આ ભાઈ પાછલા કેટલાય વર્ષથી હેલ્પ ડ્રાઇવ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવે છે. આ સંસ્થા દ્વારા તેઓ ગરીબ, નોધારા લોકોનુ જીવન બદલવા, તેમને રહેવાની સુવિધા પૂરી પાડવા મદદ કરે છે.
હાલમાં જ તરુણ ભાઈનો એક વીડિયો સામે આવ્યો હતો.જેમાં તે લગભગ ૫મહિનાથી એક ઓરડીમાં બંધ થયેલા દાદાને નવું જીવન આપતા જોવા મળી રહ્યા હતા.
આ વીડિયો ક્યા શહેરનો હતો એ અંગે માહિતી નથી. પરંતુ વીડિયો પરથી સામે આવેલ માહિતી અનુસાર દાદાની માનસિક હાલત સારી ન હોવાને કારણે તેમના બંને દીકરાએ તેમને પાંચ મહિનાથી ઓરડીમાં પૂરી રાખ્યા હતા. દાદાના જણાવ્યા અનુસાર કોઈ તેમને જમવાનું આપવા પણ આવતું ન હતું.એટલું જ નહિ તેમના દીકરા તેમને લોખંડની પાઇપથી માર પણ મારતા હતા. જો કે દાદાની આસપાસ રહેતા લોકોએ તરુણભાઈ ને દાદા અંગે જાણ કરતા તરુણભાઈ તરત જ તેમની મદદથી આપી પહોંચ્યા હતા. જે બાદ તેમને દાદાને નવડાવી તૈયાર કરીને તેમની પત્ની જે આશ્રમમાં હતી ત્યાં મૂકી આવ્યા હતા.
પેલી કહેવત છે ને કે એક માબાપ દસ દીકરા મોટા કરી શકે પણ દસ દીકરા પોતાના એક માબાપને ઘડપણમાં સાચવી ન શકે.દાદાએ કહ્યું કે તેમના દીકરાની વહુએ તેમની બધી સંપત્તિ પડવી લીધી હતી. જો કે હાલમાં દાદા આશ્રમમાં ખૂબ સારું જીવન જીવી રહ્યા છે.