હમણાં દેશના કેટલાક રાજ્યોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ જેમાં ગુજરાતના પ્રથમ તબક્કમાં આવતા કેટલાક ગામડાઓની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ ગઈ ગઈ કાલે તમામ ગ્રામ પંચાયતનું રિઝલ્ટ જાહેર થયું જેમાં પ્રથમ વાર વાપીમાં એક અલગ જ અજીબો ગરીબ કહી શકાય તેવી વાત સામે આવી છે.
વાપીમાં છરવાડા ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર પાંચ માંથી સંતોષભાઈ હળપતિ એ પોતાની સરપંચ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી જ્યાં એમના પરિવારમાં બારથી વધુ વોટ હતા અને પોતાના ઘરમાં એતો અને તેમના પત્નીના બે વોટ હતા છતાં સંતોષભાઈને માત્ર પોતાનું એકમાત્ર વોટ મળ્યું હતું.
સંતોષભાઈ જયારે રિઝલ્ટ આવ્યું ત્યારે તેમણે જોયું કે એમને માત્ર એકજ વોટ મળ્યો છે ત્યારે તેઓ રડી પડ્યા હતા ખુદ એમની પત્નીનું પણ વોટ એમને મળ્યું ન હતું આ બાબતે સંતોષભાઈ એ કહ્યું હતું ચૂંટણી છે એટલે પત્નીએ વોટ આપ્યું કે નહીં તેમાં પણ શું કહેવું સંતોષભાઈને માત્ર પોતાનું એક મત મળતા તેઓ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે.