દેશભરમાંથી પ્રેમ સંબંધોને લઈને ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાંથી ઘણા કિસ્સામાં પરીવારજનો પ્રેમી જોડલાને બાધારુપ બનીને અલગ કરતા જોવા મળે છે પણ આ વચ્ચે રાજસ્થાન માંથી એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક પ્રેમી સાથે મારપીટ કરવામાં આવી અને તેને ચંપલનો હાર પહેરાવી પેશાબ પીવડાવવામાં આવ્યો હતો.
એટલે જ ના અટક્યા ગરમ ચિપીયા કરીને તેના માથા પર નિસાન પણ બનાવ્યું આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે યુવતી જેને આ યુવક પ્રેમ કરતો હતો તેના પરિવારજનોએ આ શરમજનક કૃત્ય કર્યું હતું આ ઘટનામા પિડીત યુવકે પોતાના પોલીસ ને આપેલા સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે યુવતીના પરિવારજનોએ મને.
ચંપલનો હાર પહેરાવ્યો અને મને પેશાબ પીવડાવ્યો માથામાં ગરમ ચિપીયો કરીને નિસાન બનાવી દિધુ અને મારા નાક પર તી!ક્ષ્ણ હ થિયાર વડે હુ!મલો કર્યો અને આ દરમિયાન મોબાઈલ વડે શુટ કરી તેનો વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો
સમગ્ર ઘટના અનુસાર રાજસ્થાન ના ટોંક જિલ્લાના.
ટોડા રાયસિંહના લાંબા હરિસિંગ મુંડિયા કાલા વિસ્તારમાંથી આ ઘટના સામે આવી છે જ્યાં આ યુવક અને યુવતી એકબીજા ને દિલોજાનથી પ્રેમ કરતા હતા અને યુવતી તે યુવક સાથે 12 દિવસ પહેલા ઘરે થી ભાગી ગઈ હતી યુવતી તેના પરિવાર સાથે માલપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના રિંડલ્યામાં રહેતી હતી.
યુવતીના પરીવારજનો એ શોધખોળ હાથ ધરી અને બંને ને પકડી લિધા અને બંનેને ગામ પંચાયત ના હવાલે કર્યા પંચની હાજરીમા નિર્ણય લેવાયો કે 5 દિવસમાં છોકરાનો પરિવાર છોકરીના પરિવારને 93 હજાર રૂપિયા આપશે આ સાથે જ યુવતીને તેના પરિવારના સભ્યો સાથે મોકલી દેવામાં આવી હતી આ દરમિયાન યુવક તેની બહેન સાથે ત્યાં આવેલો હતો.
પંચાયત નો ફેસલો સાભંડી તેઓ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન યુવકને એની પ્રેમીકાના પરીવારજનો એ ઉપાડી લીધો અને તેને જંગલમાં લઈ જઈ ને આવો ત્રાસ આપ્યો ત્યાર બાદ યુવક ત્યાંથી ભાગીને પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસે કાર્યવાહી હાથ ધરી ને આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરી હતી.