દેશભરમાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે એ વચ્ચે ઘણા યુવકો સરકારી નોકરીની તૈયારીઓ કરીને પરીક્ષા આપતા જોવા મળે છે પરંતુ એમાં પણ પેપર ફૂટવાની ઘટનાને લઈને યુવકો ખૂબ જ હેરાન પરેશાન થઈ જાય છે એ વચ્ચે તાજેતરમાં જૂનાગઢના વિસાવદર માંથી ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે.
છેલ્લા ઘણા સમયથી સરકારી નોકરી માટે મહેનત કરતા યુવકને નોકરી ના મળતા તેને ઝે!રી દવા પી અને ખુદ ખુશી કરી લીધી છે
મૃતક યુવાન વિસાવદર મામલતદાર ઓફિસમાં જીઆરડી જવાન તરીકે નોકરી કરતો હતો તેને મામલતદાર કચેરીની બહાર જ ઝે!રી દવા પી અને ખુદ ખુશી કરી હતી.
ત્રણ બહેનો વચ્ચેનો એકમાત્ર ભાઈ જે પરિવાર માટે આધાર રૂપ હતો તેના નિધનના કારણે પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે મૃતકે આ સાથે એક સુસા!ઇડ નોટ પર લખી છે અને તેમાં વારંવાર ભરતી પરીક્ષાઓમાં પેપર ફૂટવાની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે અને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
તેને એ સુસા!ઇડ નોટમાં લખ્યું છે કે ક્યા સુધી મન ને બનાવીએ જ્યારે દિવસ રાત મહેનત કરી અને પરીક્ષા આપવા જઈએ છીએ ત્યારે વારંવાર પેપર ફૂટે છે.
અને પરીક્ષાઓ રદ થાય છે છેલ્લા ઘણા વર્ષોથી પરીક્ષા રદ સિવાય બીજું કાંઈ મળતું નથી હવે તો માનસિક રીતે અમે થાકી ગયા છીએ છેલ્લા છ મહિનાથી મારા પિતાજી ખાટલામાંથી ઊભા થઈ શકતા નથી તેઓ કામ કરી શકતા નથી આ વચ્ચે મારા પર ઘરની તમામ જવાબદારી છે મેં એમની પાસે સમય માગ્યો આના કરતા.
હું કોઈ પ્રાઇ વેટ કંપનીમાં લાગ્યો હોત તો મારી પાસે અનુભવ પણ હોત અને હું ઊંચા પદ પર પહોંચી શક્યો હોત મારા પગારની થોડી ઘણી મૂડી બચી છે તે મારી બહેનોને આપી દેજો અમદાવાદમાં ભાડું વધી રહ્યું છે અલ્લાહ ના ફરીસ્તા બની મારી બહેનો ને મારી મુડી અપાવી દેજો તેને આ સાથે પોતાની તકલીફો ને નોટમાં અભિવ્યક્ત કરી ને પ્રાણ ત્યજી દિધા હતાં.