Cli
પોરબંદર ના યુવકને ઓનલાઇન કરવા ભારે પડ્યા, હનીમૂન મનાવ્યા બાદ ખબર પડી કે દુલ્હન તો ડોન છે, 5 હજાર ગાડીઓ ચોરવાનો...

પોરબંદર ના યુવકને ઓનલાઇન લગ્ન કરવા ભારે પડ્યા, મોજ માણ્યા પછી ખબર પડી કે દુલ્હન તો ડોન છે, 5 હજાર ગાડીઓ…

Bollywood/Entertainment Breaking

આજકાલ યુગમાં સોશિયલ મીડિયા નું જમાનો કપડાથી લઈને ઘરની તમામ ચીજ વસ્તુની ખરીદી લોકો ઓનલાઈન કરે છે તો ઘણી બધી વેબસાઈટ ઓનલાઇન લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓને લગ્ન કરવામાં પણ સહાયતા કરે છે પરંતુ ઓનલાઇન કરેલા લગ્ન પોરબંદરના એક યુવક માટે ખૂબ ભારે પડી ગયા છે પોરબંદરના યુવકે મેટ્રો મોનીયલ.

એપ મારફતે શોધેલી દુલ્હન હકીકત માં એક લેડી ડોન નીકડી છે તેના પર 5 હજાર કાર ચોરવાના આરોપ હ!ત્યા સ્મગલીગ જેવા ગુનામાં પોતાના પતિ સાથે સહભાગી બનવાના અનેક ગુનાઓ દાખલ છે આ મામલો હવે પોરબંદર એસ પી પાસે પહોંચી ગયો છે સમગ્ર ઘટના અનુસાર પોરબંદર ની જલારામ કુટીર માં રહેતો વિમલ કારીયા લગ્ન માટે ઉત્સુક હતો.

તેને શાદી ડોટકોમ પર આસામ ના ગૌહાટી ની રીટા દાસનો સંપર્ક કર્યો રીટાએ પોતાની પ્રોફાઇલમાં ડીવોસી નો ઉલ્લેખ કરેલો હતો જેના કારણે તેમની લગ્નની વાત આગળ વધી અને જ્યારે લગ્ન સમયે વિમલે રીટા પાસેથી તેના અગાઉના લગ્ન સર્ટિફિકેટ ની માગણી કરી ત્યારે રીટાએ જણાવ્યું કે તેના બાળ લગ્ન થવા ના કારણે મેરેજ સર્ટિફિકેટ નથી.

ખોટું બોલીને વિમલ ને ભોળવીને લગ્ન કરી લીધા લગ્નના છ મહિના ની અંદર શંકાસ્પદ બાબતો વિમલના ધ્યાને આવી અને રીટા લગ્નના 6 મહીના બાદ આસામ ગઈ અને પરતના આવતા વિમલે તપાસ કરી અને તેને જે માહિતી મળી તેનાથી તેના પગ નીચેથી જમીન સરકી ગઈ આ મામલો પોરબંદર સીટી ડીવાયએસપી નિલમ ગૌસ્વામી પાસે પહોંચ્યો.’

વિમલે લગ્ન ની તમામ સચ્ચાઈ જણાવી વિમલે આ મામલે વાત કરતા જણાવ્યું કે રીટાએ શરૂઆતમાં મને જણાવ્યું હતું કે હું ગરીબ ઘરમાંથી આવું છું હું ધાર્મિક બાબતો સાથે સંકળાયેલી છું હું નવરાત્રિમાં માત્ર નારિયેળ પાણી પી નકોરણા ઉપવાસ કરું છું એમ જણાવતાં તેને‌ મને વિડીઓ કોલમાં શક્તિપીઠ કામખ્યા ના દર્શન કરાવ્યા અને લગ્ન ની વાત.

આગળ વધી તે પોરબંદર આવી અને 15 ઓક્ટોબર 2021 ના રોજ હિન્દુ રીતી રિવાજ અનુસાર મેં પોરબંદર ખાતે તેની સાથે લગ્ન કર્યા તેને જણાવ્યું કે મારી માતા બીમાર હોવાના કારણે કોઈ લગ્નમાં આવી શકે તેમ નથી તે લગ્ન કરવા માટે એકલી જ આવેલી હતી શરૂઆતમાં તેને મને જણાવ્યું હતું કે હું ખૂબ ગરીબ પરિવારમાંથી આવું છું.

પરંતુ લગ્ન બાદ તેના શોખ જોઈને હું પણ હેરાન રહી ગયો હતો તે મોંઘીદાટ ક્રીમો નો ઉપયોગ પોતાના ચહેરા પર લગાવવા માટે કરતી હતી પંદરસો રૂપિયા ના ચંપલ તે પહેરતી હતી અને કપડાંની પસંદગી તે ચારથી પાંચ હજાર રૂપિયા વારાજ ડ્રેસ ખરીદતી હતી અને એસી ટ્રેન અને એસી ફોરવીલ માં બેસવાનો આગ્રહ રાખીને નોનવેજ ખાનની માગણી કરતી હતી.

વિમલ કારીયાએ આ વિશે વાત કરતા વધારે જણાવ્યું કે એકવાર તેના મોબાઈલ પર મેં કોઈ વ્યક્તિને જકડીને ઊભેલો ફોટો જોયો મેં આ વિશે સવાલ કરતા તેને ભાઈ જણાવ્યું હતું પરંતુ ભાઈ આવી રીતે ક્યારેય ઊભો રહે નહીં અભદ્ર ભાષામાં કરેલું કોલ રેકોર્ડિંગ પણ મારી સામે આવ્યું હતું પરંતુ મેં સંસાર બચાવવા માટે એ બધું જતું કર્યું.

અમે રાજસ્થાન આબુ ફરવા ગયા એ સમયે તેને બિયર નો ઓર્ડર આપ્યો અને મારી સામે તે ઘણી બધી બિયર પીવા લાગી પોતાની માતા બીમાર હોવાનું બહાનું કરીને તે આશામ જવાની માગં કરી અને મેં તેની ટીકીટ કરાવી આપી પોતાની સાથે 50 હજારનું મારું એટીએમ કાર્ડ 5 હજાર રોકડા 11500ની કિંમત નો મોબાઈલ સાથે લેતા.

તે 21 માર્ચ 2022 ના રોજ આસામ ચાલી ગઈ અને ત્યારબાદ તેને મારા ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું પરંતુ 30 માર્ચ 2022 ના રોજ એક વકીલનો મારામાં ફોન આવ્યો કે રીટાની અટકાયત થઈ છે તેને બહાર લાવવા માટે મેં એક લાખ રૂપિયા મોકલાવ્યા રીટા જામીન પર મુક્ત થઈ ત્યાર બાદ મે રીટાના ડોક્યુમેન્ટ વકીલ પાસે થી.

મંગાવ્યા તો મને ખબર પડી કે તેનું નામ રીટા દાસ નહીં પરંતુ રીટા ચૌહાણ છે અને તેના પર ઘણા બધા ગંભીર ગુનાઓ લાગેલા છે આ મામલે મેં તેનું નામ ઇન્ટરનેટમાં સર્ચ કરતા તે ઇન્ટરનેશનલ કાર ચોર ની પત્ની હોવાનું સામે આવ્યું હતું આ મામલે મેં તેને કોલ કર્યો તો તેને મને નશા ની હાલતમાં જેમ તેમ બફાટ કર્યો આ મામલે.

વિમલે પોરબંદર સીટી પોલીસ માં ફરીયાદ નોંધાવી પીએમ ઓ ઓફીસ પર પણ ન્યાયની માંગણી કરી છે આ મામલે રીટાએ જણાવ્યું હતું કે મારા છુટાછેડા ની પ્રકિયા ચાલુ છે અનીલ ચૌહાણ નામના વ્યક્તિ સાથે મેં લગ્ન કર્યા હતા હાલ મારો તેની સાથે કોઈ સંર્પક નથી આ સમગ્ર ઘટના ની પોલીસ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *