પાટણમાં સિધ્ધપુર હાઇવે પાસે આવેલા સરદાર કોમ્પલેક્ષમાં ફેબ્રીકેશનનો વ્યવસાય કરતા વામૈયાના યુવાનો ની બાજુના વેપારી સાથે ગાડી દુકાનની બાજુમાં ઉભી રાખવાની નજીવી બાબતમાં બોલાચાલી થઇ હતી ત્યાર બાદ પાટણ એલસીબી શાખાના પોલીસકર્મીઓ ઓ પોલીસવાન માં આ બંને યુવકોને એલસીબી શાખામાં લઈ,
જઈ ને ખુબ માર મા!ર્યો હતો જેનાથી બંને યુવકો ની સ્થિતિ ખુબ નાજુક અને ગંભીર થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસની આ દમનગીરી વિરુદ્ધ વામૈયા ગામના ક્ષત્રિય ઠાકોર સમાજ આગેવાનો દ્વારા આ ઘટના માં કશુરવાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ સામાન્ય નાગરિક તરીકે ફરીયાદ નોધંવા માગું કરી હતી.
પણ ફરીયાદ ના સ્વિકાર્યા અને આરોપીઓને છાવરતી હોવાનું આગેવાનો એ જણાવ્યું અને જીલ્લા એલસીબી પોલીસ સામે યુવા ક્ષત્રિય સેના ના પ્રમુખ અભિજીતસિહં બારડ ના અધ્યક્ષ સ્થાને એક ખુબ મોટી સંખ્યામાં જન આક્રોશ રેલી યોજી હતી જેમાં રક્ષક બન્યા ભક્ષક ના બેનરો સાથે પાટણ જીલ્લા.
કલેકટર કચેરી પર આવેદનપત્ર આપતા અભિજીતસિહં બારડે જણાવ્યું હતુંકે આ ગુનામાં પોલીસ અધિકારી કે કર્મીઓ પર આગામી સમયે 307 324 325 326 જેવી કલમો નોંધી ને ગુનો નહીં નોંધાય તો જીલ્લા કલેકટર કચેરી ખાતે ધરણાં યોજીશુ આને જરુર પડશે તો પાટણ બંધનુ પણ એલાન આપવામાં આવશે એવી.
ચિમકી ઉચ્ચારી ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો દ્વારા રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા કરવામાં આવતા અત્યાચાર અને ઢોર માર મા!રતા પોતાના સમાજ બે યુવાનો આજે જીદંગી અને મો!ત વચ્ચે ઝઝુમી રહ્યા છે જે અમે જરાયં સાંખી નહીં લઈએ એવું જનઆક્રોશ રેલી માં ઉચ્ચારવામાં આવ્યું હતુ.