Cli
સ્કોર્પીયો પર ચડી ને ચાલુ ગાડીએ યુવકોએ પોલીસને આપી ચેલેન્જ, ઘટના બાદ ત્રણે યુવકોને…..

સ્કોર્પીયો પર ચડી ને ચાલુ ગાડીએ યુવકોએ પોલીસને આપી ચેલેન્જ, ઘટના બાદ ત્રણે યુવકોને…..

Breaking

આજકાલ લોકોમાં ઈન્સ્ટાગ્રામ રીલ બનાવવાનો ગજબનો ક્રેઝ છવાયેલો છે થોડા સમયમાં મશહુર થવા અને લાઈક કમેન્ટ ના અભરખા સાથે યુવાવર્ગ અવનવા સ્ટંટ અને ડાન્સ કરીને લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માટે અવનવી હરકતો કરતા જોવા મળે છે પરંતુ ઘણીવાર જાહેર જનતા વચ્ચે.

ભયનો માહોલ ના સર્જાય એ માટે કાયદો અને વ્યવસ્થા ની જાળવણી કરતા પોલીસ કર્મચારીઓ આ પ્રકારની ઘટનાઓ રોકવા કડક કાર્યવાહી હાથ ધરવા જોવા મળે છે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાંથી આ બનાવ સામે આવ્યો છે.

જેમાં કેટલાક યુવાનો મસ્તીના અંદાજમાં બ્લેક સ્કોર્પિયો ગાડી લઈને જાહેર માર્ગ પર સ્ટંટ કરતા જોવા મળ્યા હતા એક યુવક ગાડીની છત પર બેઠો હતો તો બે યુવાનો ગાડીના બંને બારણાં ખોલીને હાથો થી અભદ્ર ઈશારાઓ સાથે લોકોની વચ્ચે ભયનો માહોલ નું સર્જન કરતા જોવા મળ્યા હતા આ પ્રકારની.

ઈન્સ્ટાગ્રામ પર રીલ વિડીઓ શેર કરીને બેકગ્રાઉન્ડ મ્યુઝિક માં છોરા હાથ ના આયેગા નામનું સોગં પણ સેટ કરેલું હતું જે સોગં ના સ્ટેપ ફોલો કરીને યુવાનો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નો ભંગ કરી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પોલીસને પડકાર નાખતા જોવા મળ્યા હતા સોશિયલ મીડિયા પર આ વિડીયો સામે આવતા મેરઠ.

પોલીસ સક્રિય બની હતી અને સ્કોર્પીયો ગાડી ની નંબર પ્લેટ ના આધારે ઓનલાઇન ચલણ કાપી 4500 રુપીયાનો દંડ ફટકારી ને આ યુવકોને શોધવાની કવાયત હાથ ધરી હતી ચલણ હાથમાં આવતા જ આ યુવાનો પોલીસની નજરો થી બચવા માટે ઘેર આવ્યા નથી પોલીસે તેમના પરીવારજનો સાથે વાતચીત કરતા આ પ્રકારની હરકતો ના કરવા માટેની પણ ચેતવણી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *