પહેલા વિદેશી ભુમી પર ઘણા લોકો સ્ટેચ્યુ બનીને એક સ્થળ પર ઉભા રહીને લોકોને કરતબ દેખાડતા અને રુમાલ અથવા ભિક્ષાપાત્ર મુકીને લોકોની પાસે થી પૈસા મેળવતા પરંતુ હવે સ્ટેચ્યુ બની ઉભા રહેવાની સંસ્કૃતિ ભારતમાં પણ જોવા મળે છે ઘણા ધનિક લોકોના લગ્ન પ્રસંગોમાં ગેટ બહાર પોતાના પેટ માટે પોતાના શરીરને.
રંગી ઘણા લોકો આ પ્રકારના કરતબ કરતા જોવા મળે છે એ વચ્ચે એક સોશિયલ મીડિયા પર એક સીસીટીવી કેમેરા ફુટેજ વીડિયો સામે આવ્યો છે જે વીડિયોમાં એક મોટી ઉંમરના કાકા પોતાના શરીર પર માત્ર ધોતી વીંટી હાથમાં લાકડી લઈને ચશ્મા પહેરી ગાંધીજી બની પોતાના શરીરને ચાંદી સરીખા સિલ્વર રંગરંગીને ઉભેલા છે.
તેઓ કોઈ ચોક ના રસ્તાની બાજુમાં આ પ્રકારનુ કરતબ કરી પોતાનું પરિવારનું ભરણપોષણ કરવા રુમાલ પાથરી ને ઉભા છે આજુબાજુના લોકો જે પણ સ્વેચ્છાએ આપે તે રુપીયા તેમના રુમાલ માં જોવા મળે છે એ વચ્ચે એક નવ યુગલ જોડલુ અહીં આવી ઉભું રહે છે બાઈક સવાર યુવક અને ચણીયાચોળી પહેરેલી યુવતી તેમની પાસે આવી ને .
કેટલીક તસવીરો લેવા તેમની પાસે ઉભા રહે છે પરંતુ જ્યારે આ યુવક તેની પત્ની ને છોડીને દુકાને કાંઈ લેવા જાય છે તો આ નવી નવેલી દુલ્હન મસ્તી મજાક ના મૂડમાં આવી જાય છે અને પ્રથમ તે ગાંધીબાપુ બનેલા આ કાકા ના ચશ્મા કાઢે છે તેમની લાકડી હાથમાંથી ખેંચવાનો પ્રયત્ન કરે છે સાથે રૂમાલમાં પડેલા રુપીયાને પળ હાથો થી ઉછાળતી.
હસી મજાક કરી ઠેકડી ઉડાવે છે એટલે જ અટકતી નથી પરંતુ ગાંધી બાપુ બનેલા આ કાકાની નીચે બેસીને તે ધોતી ખેચંવા લાગે છે ધોતી નો છેડો છુટી જતા જ ઘણા સમય થી સ્થિર બનીને ઉભેલા કાકા નો પિત્તો છટકતા તે આ યુવતી ને ગાલ પર એક જોરદાર તમાચો મારી અને બોલવા લાગે છે તેઓ એ મહીલાને તેની ભુલ બદલ ઠપકો આપતાં દેખાય છે.
આ ઘટના જોતા જ એ નવી દુલ્હન નો પતિ દોડી આવે છે એ કાકા તે યુવકને તેની પત્ની ની હરકત જણાવતાં યુવક પણ ગુસ્સે થઈ બોલતો જણાય છે યુવતી ને પોતાની ભુલ સમજાતા તે માફી માંગી કાકાના પગ માં પડી ને ભુલ સ્વિકારી ફરી આવું ના કરવાની વાત કરતી જોવા મળે છે આ દરમીયાન તેનો.
પતિ ગુસ્સામાં બાઈક ચલાવી આગળ વધતો જોવા મળે છે ત્યારે પાછળ તેની નવી દુલ્હન દોડતી જોવા મળે છે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે યુવતીની આ પ્રકારની હરકત બદલ લોકો તેને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે અને કાકાના આ જવાબને તે ઉચીત જણાવી રહ્યા છે.