રાવણ દુષ્ટ હતો અત્યાચારી હતો ઘમંડી હતો વિનાશકારી હતો પરંતુ તે કોઈ મુઘલ સલ્તનત નો રાજા ન હતો એ આપણા બધાને ખબર છે પરંતુ ફિલ્મ આદિપુરુષ ના ફિલ્મ મેકર ભૂલી ગયા લાગે છે રામાયણ ઘણા બધા વિદ્વાનોએ લખી છે પરંતુ સૌથી વધારે મહત્વ સંસ્કૃત માં લખેલી શ્રી વાલ્મિકી ઋષિ ને મળ્યું છે.
રામાયણ પર ઘણી બધી સીરીયલ અને ફિલ્મો બનીછે જે વાલ્મીકિ ની રામાયણ પર આધારિત છે જેમાં રાવણ ભગવાન શિવનો ભક્ત હતો તે 64 કળાનો માહિર હતો અને નવ ગ્રહોને તેને પોતાના સિંહાસનમાં જળાવ્યા હતા તેમની ચાતુરી જોઈને લોકો હેરાન રહી જતા હતા એમની વિદ્વાનતા માં ગજબનું તેજ હતું.
એટલા માટે જ દરેક સીરીયલ અને ફિલ્મોમાં રાવણનું ચરિત્ર એવું જ દેખાડવામાં આવે છે જેમનો ગેટ અપ બધી જગ્યાએ સમાનજ દેખાડવામાં આવે છે ભારત જ નહીં પર જાપાન ચીન ઈન્ડોનેશિયા થાઈલેન્ડ મોરીસા શિવાય ઘણા બધા દેશો મા એમના પર ફિલ્મ સહીત ગેટ અપ શો કરવા માં આવે છે.
જે બધામાં ભારતની રામાયણમાં જે ગેટ અપ હોય છે એજ બધામાં જોવા મળે છે પરંતુ ફિલ્મ આદિ પુરુષ નો રાવણ ખૂબ અલગ દેખાયછે તે રાવણ ઓછો અને મુઘલ અત્યાચારી શાસક તૈમુર વધારે દેખાય છે જેનું પાત્ર ભજવી રહ્યા છે સૈફ અલી ખાન જે ફિલ્મ માં જાણ વાળ કપાવી ઉપર જેલ લગાડી અને ગજની સ્ટાઇલમાં જોવા મળે છે.
લાંબી આતંકવાદી જેવી દાઢી સાથે તેને પુષ્પક વિમાન ની જગ્યાએ ચામાચીડિયા ઉપર બેઠેલો જોવા મળે છે ફિલ્મ આદિપુરુષના મેકરોએ ભારતના ગૌરવશાળી ઇતિહાસને મજાક બનાવી દીધોછે આ ફિલ્મોના ટ્રેલર રિલીઝ થયા બાદ લોકો ખૂબ વિરોધ દર્શાવી રહ્યાછે આ ફિલ્મ 500 કરોડના ખર્ચે બનેલી છે પરંતુ રામાયણ.
ઓછી અને કાર્ટૂન ફિલ્મ વધારે લાગે છે હનુમાનજીને પણ મુકુટ વગરના ચામડાનો પટ્ટો વીંટાળીને ઉડતા દેખાડ્યાછે આ ફિલ્મમાં રામનું પાત્ર પ્રભાસ ભજવી રહ્યાછે જે સાઉથ ના બાહુબલી સ્ટારછે આ ફિલ્મ ના ટ્રેલર આવતા જ વિવાદ સર્જાયો છે આવનારા સમયમાં આ ફિલ્મ મેકર રિલીઝ કરતા કેવો પ્રતિસાદ મળેછે તે જોવું રહ્યું.