બિહારના ગોપાલગંજમાંથી વિચિત્ર ઘટના સામે આવી છે સફેદ પાડવર જેવા નશીલા પદાર્થો ના વેચાણ હેરાફેરી ના કેશમા સાલ 2020 થી જેલમાં બંધ કેદી કૌશર અલી 17 ફેબ્રુઆરી ની વહેલી સવારે મોબાઈલ પર જેલમાં કોઈની સાથે વાત કરી રહ્યો હતો પરંતુ અનાચક પોલીસ કર્મીને જોઈ જતા તેને મોબાઈલને પોતાના.
મોઢામાં નાખી દીધો હતો અને ગળી ગયો હતો પરંતુ બે દિવસ બાદ તેને પેટમાં જ્યારે દુખાવો થવા લાગ્યો ત્યારે તેની હાલત બગડવા લાગી અને તેને જેલ સિપાહીને પોતાની પેટમાં દુખે છે તેવી વાત કરી તેને તત્કાલ ધોરણે સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો આ દરમિયાન ડોક્ટરે તેની સારવાર શરૂ કરી એ છતાં.
પણ તે સાચું બોલી રહ્યો નહોતો ડોક્ટરે તેનો એક્સરે રિપોર્ટ કરાવ્યો તો ઈમરજન્સી વોર્ડના ડોક્ટર સિદ્દીકી હેરાન રહી ગયા તેમને આ એક્સ રે રીપોર્ટની જાણ પોલીસ ને કરી જેમાં તેની છાતીના ભાગમાં મોબાઈલ અટકાઈ ગયો હતો ડોક્ટર જણાવ્યું કે શરૂઆતમાં તે પેટમાં દુખે છે એમ જણાવીને એડમિટ થયો હતો.
પરંતુ વધુ તપાસ કરતા એક્સ રે રિપોર્ટ પરથી એ સાબિત થયું કે તેના છાતીના ભાગે મોબાઈલ અટકાયેલો છે ડોક્ટરે જણાવી કે તેની હાલત હાલ સ્થિર છે પોલીસે કૌશલની પુછપરછ કરતા તેને જણાવ્યું હતું કે મને જેલમાં આ મોબાઈલ મળી આવ્યો હતો જેમા સિમ નાખીને હું વાત કરતો હતો પરંતુ પોલીસ કર્મચારી ને જોઈ જતા હું ગળી ગયો હતો.
લાંબો સમય સુધી હાજર રહેતા મજબૂર થઈ હું મોબાઈલ ગળી ગયો હતો ડોક્ટરે આ મામલે જણાવ્યું હતું કે તેની હાલત હાલ સ્થિર છે આગળ વધુ તપાસ માટે તેને હાયર સેન્ટર મોકલવામાં આવશે પછી તપાસ કરવામાં આવશે કે તેને મોબાઈલ કેવી રીતે ગળી લીધો અને તેનું ઓપરેશન થઈ શકશે કે કેમ તે હાલ અમે જણાવી શકતા નથી.