આ દેશ દુનિયામાંથી આપણને રોજ નવા નવા સમાચાર જોવા અને સાંભળવા મળતા હોય છે જેમાંથી એમાં કેટલાક એવા સમાચાર ચોંકાવનારા હોય છે જેને જોઈ લોકો તેને ભગવાનનો ચમત્કાર સમજવા લાગે છે એજ રીતે બિહારના ભોજપુર જિલ્લમાં થયેલા કરિશ્માને જોઈ લો અહીં બકીરીએ આઠ પગ અને ચાર કાંન વાળા બચ્ચાને જન્મ આપ્યો છે.
સામાન્ય રીતે બકરીને ચાર પગ અને બે કાન હોય છે પરંતુ અહીંયાની બકરીએ આઠ પગ અને ચાર કાન વાળા બચ્ચાને જન્મ આપ્યો છે તેના લીધે આખા વિસ્તારમાં સનસની મચી ગઈ છે વિચિત્ર બચ્ચાને જોવા માટે લોકો દૂર દૂર થી આવી રહ્યા છે કોઈ તેને ભગવાનનો ચમત્કાર જણાવી રહ્યા છે કોઈ કુદરતનો કરિશ્મા જણાવી રહ્યા છે.
આ બકરી ભોજપુર જિલ્લાના કુનમોરી ગામના રહેતા પીતામ્બર રવાની છે બુધવારે આ બકરીએ એક સાથે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો જેમાંથી બે બચ્ચા તો સામાન્ય રીતે હતા પરંતુ એક બચ્ચું વિચિત્ર જોવા મળ્યું હતું તેના આઠ પગ અને ચાર કાન જોઈને બકરીનો મલિક પીતાંબર પણ આશ્ચર્યમાં પડી ગયો હતો.