Cli
તાજમહેલ ને પણ ટક્કર આપે તેવી 114 વર્ષની મહેનત થી 400 કરોડના ખર્ચે સમાધી બની, 155 કિલો સોના થી છે સજ્જ...

તાજમહેલ ને પણ ટક્કર આપે તેવી 114 વર્ષની મહેનત થી 400 કરોડના ખર્ચે સમાધી બની, 155 કિલો સોના થી છે સજ્જ…

Breaking

ઉત્તર પ્રદેશ આગ્રા તાજમહેલ દુનિયાની અજાયબીઓ માં સ્થાન ધરાવે છે તાજમહેલ ની બાજુમાં 114 વર્ષની મહેનત બાદ ભવ્ય ઈમારત નિર્માણ પામી રહી છે 1904 માં આ ઇમારત નુ બાધંકામ શરુ કરવામાં આવ્યું હતું તે મજુરોની 4 પેઢી તેને અંતિમ સ્વરૂપ આપી રહી છે માહિતી અનુસાર 400 કરોડથી વધુ ખર્ચે બનાવવામાં આવી છે.

જેમાં તાજમહેલ જેવા 52 કુવાઓ પર બાધંકામ કરવામાં આવી રહ્યું છે જેમાં સફેદ આરસ વાપરવામાં આવી રહ્યા છે પાંચ પ્રકારના પથ્થરનો ઈમારતમાં સમાવેશ છે વિશાળ ઈમારતના બાધંકામ માં રોજ 300 મંજુર કામ કરે છે ઈમારતને સ્વામી બાગ કરીકે ઓળખવામાં આવે છે રાધા સ્વોમી આસ્થાના સ્થાપક પરમ પુજ્ય.

પુરણ ધની સ્વામી મહારાજ ની સમાધી પર આ ભવ્ય ઈમારત નું બાંધકામ કરવામાં આવી રહ્યું છે જે ઇમારતનું 99% બાંધકામ આ વર્ષ દરમિયાન થઈ ચૂક્યું છે જેના વિશે વાત કરતા સ્વામી બાગ ના ચેરમેન સંજય કપુરે જણાવ્યું હતું કે સ્વામી મહારાજનો જન્મદિવસ ઓગસ્ટ મહિનામાં આવે છે.

જેના કારણે ઓગસ્ટમાંનિર્માણ નું કામ મોટા ભાગનુ પુર્ણ કરવામાં આવ્યું છે અને આ નિમિત્તે 200મી જન્મજયંતી ની ઉજવણી રાધા સ્વોમી આસ્થાના સ્થાપક પરમ પૂજ્ય પુરુષ ધની સ્વામી મહારાજ ની કરવામાં આવી હતી આ મંદીર નું બાંધકામ 100 વર્ષ થી થઈ રહ્યું છે જેમાં સફેદ ગુલાબી આરસ રાજસ્થાન.

મકરાણાથી આયાત કરવામાં આવ્યો‌ છે અને લીલા રંગનો માર્બલ બરોડા થી આયાત કરવામાં આવ્યો છે અબ્રી માર્બલ પાલી જેશલમેરથી આયાત કરવામાં આવ્યો છે દારચીની પથ્થર મધ્યપ્રદેશના ગ્વાલિયરથી ગુજરાત અને દક્ષિણ ભારતમાંથી અકીક મારગજ સિમક રતક ગવા બિલ્લૌર લજવર્દ.

ગૌરી પટોનિયા ડુંગસરા યશબ બજારામાંથી મોઝેક અને જડતર માટે કિંમતી પથ્થરો ને આયાત કરવામાં આવ્યા છે મંદીરના ઘુમટ માં 15 કિલો સોના નો ઢોળ અને 140 કિલો કોતરેલ સોનાનો કળશ મુકવામા આવ્યો છે દેશ વિદેશમાં થી લોકો આ મંદીરના દર્શન કરવા આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *