વિધાનસભાની ચૂંટણી આચારસંહિતાની વચ્ચે ગુજરાતી લોકસાહિત્યકાર દેવાયત ખાવડે રાજકોટ સરેસ્વર ચોક નજીક મયુર સિંહ રાણા પર લાકડી ધોકા વાયપો વડે પોતાના સાગીરતો સાથે મળીને જાન લેવા હુમલો કર્યો હતો જેમાં મયુરસિંહ રાણા ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.
છેલ્લા નવ દિવસથી દેવાયત ખાવડ પોલીસ ફરિયાદ થવા છતાં પણ પકડાયા નથી ક્ષત્રિય સમાજની મહિલાઓ એ રાજકોટ કમિશનર ઓફિસ પર દેવાયત ખવડની ધરપકડ અંગે માંગ કરી હતી પરંતુ હજુ સુધી દેવાયત ખાવડ પર કોઈ એક્શન લેવામાં આવી નથી દેવાયત ખવડે રાજકોટ કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ મૂકી દીધી છે.
પરંતુ તે પોલીસ થી ભાગતો ફરે છે મયુરસિંહ રાણા ના પરિવારજનો સતત ન્યાયની માગણી કરતા પોલીસને આવેદનપત્રો આપતા રહે છે એ વચ્ચે તાજેતરમાં ક્ષત્રિય સમાજના આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજા સહીતના લોકો રાજકોટ પોલીસ કમિશનરની ઓફિસે આવી પહોંચ્યા હતા ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ ન્યાયની માંગણી સાથેના.
નારા લગાવ્યા હતા અને દેવાયત ખાવડની ધરપકડ અંગે માંગ કરી હતી દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નવ દિવસ પહેલા મયુરસિંહ રાણા પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસમાં ફરિયાદ નોંધાવવા છતાં પણ હજુ સુધી પોલીસ દેવાયત ખવડ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે અને જો આવું.
ચાલ્યું રહ્યું તો ગેરકાયદેસર પ્રવૃતિઓ શહેરમાં વધી જશે અને લોકો કાયદો હાથમાં લઈને રાહ ચાલતા લોકો પર હુમલો પણ કરતા રહેશે પોલીસ નિષ્ફળ રહી છે અને હજુ સુધી પીડિત પરિવારને ન્યાય મળ્યો નથી દેવેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે જો અમને ન્યાય નહીં મળે તો રાજકોટ પોલીસ.
કમિશનર કચેરી ખાતે અમે ગાંધીચિધ્યા માર્ગે સત્યાગ્રહ કરીશું આ વિશે મિડીયા સામે ડીએસપી ઝોન 2 સુધિર કુમાર દેશાઈ એ જણાવ્યું હતું કે દેવાયત ખવડ ની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને તેની સાથે સંકળાયેલા તમામ લોકોની વિગતો પણ મેળવવામાં આવી રહી છે સાથે તેના.
આશ્ર્યસ્થાનો પર પણ પોલીસ તપાસ કરી રહી છે તેની સાથે જોડાયેલા મોબાઈલ નંબરની ડિટેલ મેળવીને તેનું લોકેશન મેળવવા માટે પોલીસ સતત પ્રયત્ન કરી રહી છે અને અમે પીડિત પરિવારને ખાતરી આપીએ છીએ કે દેવાયત ખવાડ ની ધરપકડ કરીને તેમને સજા જરૂર આપવામાં.
આવશે સાત ડિસેમ્બરના રોજ દેવાયત ખાવડે બિલ્ડર મયુરસિંહ રાણા પર જે હુમલો કર્યો હતો ત્યારબાદ ક્ષત્રિય સમાજનો ઘણી જગ્યાએ દેવાયત ખાવડ નો વિરોધ સામે આવ્યો છે અને ઘણી જગ્યાએ દેવાયત ખાવડના પોસ્ટર સળગાવીને તેના ડાયરાનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.