સોશિયલ મીડિયાના અત્યારના જમાનામાં અજબ ગજબ ન્યુઝ અને વિડિઓ વાયરલ થતા રહે છે જેને વાંચી આપણે પણ નવાઈ પામતા હોઈએ છીએ તેના વચ્ચે એવોજ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે બહેનો એક છોકરા માટે પાગલ છે અને બે બહેનો જુડવા છે અને સેમ જ દેખાવમાં છે.
અત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે કેટલાક રિપોર્ટ મુજબ આજ વ્યક્તિએ શુક્રવારે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માલશિરસ તાલુકાના અકલુજ ખાતે મુંબઈમાં આઈટી એન્જિનિયર તરીકે કામ કરતી જુડવા બેનોને પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો તો આવો જાણીએ પૂરો મામલો.
આ યુવકે પ્રપોઝ કર્યા બાદ બંને યુવતીઓએ લગ્ન માટે હા પાડી દીધી હતી અને બંનેએ ધામધૂમથી લગ્ન કરી લીધા હતા કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ આ લગ્ન સોલાપુર જિલ્લાના અકલુજ ગામમાં થયા હતા પરંતુ સોશિયલ મીડિયા પર લોકો તેની કાયદેસરતા અને નૈતિકતા વિશે અનુમાન લગાવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે પિંકી અને રિંકી જોડિયા બહેનો છે જે મુંબઈમાં આઈટી એન્જિનિયર તરીકે કામ કરે છે અને તેઓ નાનપણથી એક જ ઘરમાં સાથે રહેતા હોવાથી બંને બહેનો ખુબ બનતું હતું જેથી બંનેએ સાથે રહેવું ખુબ પસંદ હતું એટલે બંને બહેનોએ અતુલના લગ્ન કરવાનો નિર્ણય લીધો હોવા સામે આવ્યું છે.