રાનુ મંડલ સહદેવ દીરદો અને ભુપન બડયાકર એવા નામ છે જેમની કિસ્મત રાતો રાત બદલાઈ ગઈ આ સોસીયલ મીડિયામાં વાઇરલ થયા અને પછી એમની લોકપ્રિયતા ખુબજ વધી ગઈ પરંતુ એમની સાતે લિસ્ટમાં એક વધુ નામ જોડાવા જઈ રહ્યું છે અને આ એક ફુગ્ગા વેચનાર યુવતી છે જેઓ રાતો રાત સ્ટાર બની ગઈ છે.
આ યુવતી ભીડવાળી જગ્યાએ ફુગ્ગા વેચી રહી હતી જેનો ફોટો એક વેડિંગ ફોટોગ્રાફરે ક્લીક કરી લીધો જયારે તેણે આ ફોટો સોસીયલ મીડિયામાં શેર કર્યો ત્યારે લોકોને આ યુવતીમાં એક મોડલ જોવા મળી તેના બાદ આ યુવતીને ગોતવામાં આવી અને તેનો મેકઅપ કરીને ફોટોશૂટ કરવામાં આવ્યું જેને સામે આવતાજ ધૂમ મચી ગઈ.
આ સુંદર યુવતીનું નામ કીસબુ છે કેરળની રહેનાર આ યુવતીને મશહૂર ફોટોગ્રાફર અર્જુન ક્રિષ્નને એક ફેસ્ટિવલમાં જોઈ હતી એમણે ચુપચાપ એમની તવસીર ક્લીક કરી લીધી એમને ખબર ન હતી કે યુવતીને જોઈને સોસીયલ મીડિયામાં ધૂમ મચી જશે અર્જુને કીસબુનું મેકઓવર કરાવ્યો અને અલગ અલગ પોઝમાં ફોટોશૂટ કરાવ્યો.
જે જોતજોતા સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ ગયો તેઓ એક રાજસ્થાની પરિવારથી સબંધ ધરાવે છે અને કેરલમાં ફુગ્ગા વેચીને ગુજરાન ચલાવે છે પરંતુ કીસબુના આ ફોટા સામે આવતાજ એમની જોડે કામની લાઈનો લાગી ગઈ છે કેટલીયે મોડલિંગ એજન્સીઓ એ કીસબુથી સંપર્ક કર્યો છે કીસબુનો પરિવાર અત્યારે ખુશ થઈ ગયો છે.