ધમાકાઓ ની વચ્ચે વિત્યું બાળપણ, પાકિસ્તાન માં રેફ્યુજી બની રહ્યા ક્રિકેટર રાશિદ ખાનની ઈમોશનલ કહાની...

ધમાકાઓ ની વચ્ચે વિત્યું બાળપણ, પાકિસ્તાન માં રેફ્યુજી બની રહ્યા ક્રિકેટર રાશિદ ખાનની ઈમોશનલ કહાની…

Breaking

રાશિદ ખાનનું નામ આજે કોઈ ઓળખ ને મહોતાજ નથી રાશિ ખાન ની ગણતરી દુનિયાના એ ક્રિકેટરોમાં કરવામાં આવે છે જેઓ આતંરરાષ્ટ્રીય લેવલે રમાયેલી ક્રિકેટ લીગ મા પોતાનુ શાનદાર પ્રદર્શન કરી ચુક્યા છે રાશિદખાન માત્ર અફઘાનિસ્તાન નહીં પરંતુ દુનિયાભરના કરોડો લોકો માટે રોલ મોડેલ છે રાશીદ ખાનનું.

સ્ટાર ક્રિકેટર બનવું એ આસાન રહ્યું નહોતું રાશીદ ખાન ને એક રેફ્યુજી તરીકે રહી પોતાનું બાળપણ વિતાવવું પડ્યું હતું રાશીદ ખાનનો જન્મ અફઘાનિસ્તાનમાં જલાલાબાદ ના નાગરંહાર માં થયો હતો તેઓ એક મોટા કુટુંબ માં જન્મ્યા હતા તેમના દશ ભાઈ બહેનો છે જ્યારે રાશીદ ખાન નાના હતા એ સમયે અફઘાનિસ્તાનમાં.

આંતરિક લડાઈઓ ચાલુ હતી અને એ સમયે તેમના પરિવાર એ દેશ છોડીને ભાગવું પડ્યું હતું રાશિદ ખાનના પરિવાર એ અફઘાનિસ્તાન છોડી અને પાકિસ્તાનમાં શરણ લીધી જ્યાં તેઓ થોડા વર્ષો સુધી રહ્યા અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ શાંત પડી જતા ગૃહ યુદ્ધ થંભી જતા તેમનો પરિવાર ફરી અફઘાનિસ્તાન તેમના વતન પાછો ફર્યો.

જ્યાં રાશિદખાને પોતાનો સ્કુલનો અભ્યાસ ફરી શરુ કર્યો અફઘાનિસ્તાનની ટીમના સ્ટાર ક્રિકેટર રાશીદ ખાન વિરાટ કોહલી અને શાહિદ આફ્રિદીના સૌથી મોટા ફેન છે રાશીદ ખાન બોલિંગમાં પણ શાહિદ આફ્રિદી ની કોપી કરે છે કાશીદ ખાન ના પાંચ મોટા ભાઈઓ ક્રિકેટ ની રમત સાથે જોડાયેલા છે તેઓ પોતાના પાંચ ભાઈઓ.

સાથે હંમેશા ઘેરથી જ ક્રિકેટની પ્રેક્ટિસ કરતા હતા જેના કારણે તેમને નાનપણથી જ ક્રિકેટની પ્રેક્ટિસ મળી હતી અને તેઓ હંમેશા પોતાના ભાઈઓ સાથે પ્રેસરમાં ક્રિકેટ રમતા હતા આજે પણ તેઓ જ્યારે આંતરરાષ્ટ્રીય મેચ રમતા હોય ત્યારે હંમેશા પ્રેશર વચ્ચે ની પરીસ્થીતી સામે ઝઝુમતા જોવા મળે છે જે મામલે રાશિદ ખાને.

પોતાના ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો રાશિદ ખાનનો જન્મ અફઘાનિસ્તાન જેવા ગરીબ દેશમાં થયો હતો આંતરિક યુદ્ધ વચ્ચે તેમના પરિવારજનોએ ખૂબ જ કપરી પરિસ્થિતિ બેઠી હતી દસ બાળકોના માતા પિતા એ રાશીદ ખાનનો ગરીબી વચ્ચે ઉછેર કર્યો હતો આઈપીએલ ઓક્સન માં રાશીદ ખાનની કિસ્મત ચમકી અને.

તે કરોડપતિ બની ગયો સાલ 2017 ના આઈપીએલ ઓક્સન માં રાશીદ ખાન ને 4 કરોડ રૂપિયા મળ્યા જેમની બેસ પ્રાઈઝ 50 લાખ હતી આવનાર સાલ 2018 માં સનરાઈઝ હૈદરાબાદ ની ટીમે રાશીદ ખાન ને 9 કરોડમા ખરીદ્યા આ સમયે પહેલી વાર આટલી મોટી રકમ મળતા રાશિદ ખાનની આંખોમાંથી આંસુ આવી ગયા હતા.

સાલ 2022 માં ગુજરાત ટાઈટસ એ 15 કરોડ જેટલી મોટી રકમ ખર્ચ કરી અને પોતાની ટીમમાં સામેલ કર્યા રાશીદ ખાન પોતાની માત્ર 19 વર્ષની ઉંમરે સૌથી નાના કેપ્ટન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યા છે એમને બરમુડાના 20 વર્ષ ના રોડની ટ્રોટ નો રેકોર્ડ તોડ્યો હતો આ સાથે રાશીદ ખાન ના નામે.

સૌથી નાની ઉંમરમાં વન ડે મેચમાં સૌથી વધારે વિકેટ ઝડપી નબંર વન બોલર બનવાનો રેકોર્ડ પણ છે જે પહેલા પાકિસ્તાન ના સકલૈન મુસ્તાકના નામે હતો તે રેકોર્ડ રાશીદ ખાને પોતાના નામે કર્યો હતો રાશીદ ખાન ના નામે વન ડે મેચમાં સૌથી ઝડપી 100 વિકેટ મેળવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ છે જે હજુ સુધી કોઈ તોડી શક્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *