માતા પિતા હંમેશા સંતાનોની દરેક ઈચ્છા પૂરી કરવા માટે રાત દિવસ મહેનત કરતા હોય છે સંતાનોની ખુશીમાં જ માતા પિતાની ખુશી સમાયેલી હોય છે અને તેમના જન્મથી લઈને તેમને ધામધૂમથી પરણાવવાના અભરખા પણ માતા પિતાને હોય છે ઘણા સંતાનોની ઈચ્છા પૂરી કરવા માટે માતાપિતા કાંઈ.
પણ કરવા માટે તૈયાર થાય છે એવી જ રીતે એવું જ સપનું જામનગર ની દિકરી બિનલબા સરવૈયાએ જોયું હતું કે હું મારા લગ્ન પર હાથી ની સવારી કરું જે સપનું તેમના દાદાએ પુરું કર્યું છે આજના આધુનિક યુગમાં દીકરીઓ બુલેટ પર તો આલીશાન ભવ્ય ગાડી અને રથ પર લગ્ન મંડપ સુધી પહોંચતી હોય છે.
એ જમાનામાં આજે પણ બિનલબા સરવૈયાએ હાથી પર બેસીને ફુલેકું કાઢ્યું હતું અને લગ્ન મંડપે પહોંચી હતી બિનલબા સરવૈયા ના દાદા અમરસિંહ સરવૈયા એ પોતાની પુત્રી નું આ સપનું સાકાર કર્યું હતું ધામધૂમથી બેન્ડવાજા સાથે દીકરી બિનલબાનુ ફુલેકું નીકળ્યું હતું જેમાં જાનૈયા ખૂબ મોટી સંખ્યામાં આ લગ્નમાં જોડાયા હતા.
આ અનોખા ફુલેકા ને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને જેની તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયા પર આવતા લોકો આ લગ્ન ને આશ્ચર્ય ચકીત થઈને ખૂબ જ પસંદ કરી રહ્યા હતા જામનગરના રસ્તા પર બિનલબાની ભવ્ય હાથી પરની સવારી નીકળી હતી લોકો એકટીસે જોઈ રહ્યા હતા સંસ્કૃતિ અને સંસ્કાર કર્યા પહેરવેશ માં ખૂબ જ સુંદર.
અને આકર્ષક ટૂંકમાં હાથમાં તલવાર રાખીને લગ્ન મંડપ સુધી પહોંચી હતી આ શુભ પ્રસંગે તેમના દાદા અમરસિંહ સરવૈયા એ જણાવ્યું હતું કે દિકરી નું સપનું હતું કે હાથી પર તે પરણવા જાય તે પુરું કરીને આ આધુનિક મોડૅન જમાના પણ હાથી ની સવારી સાથે અમે દિકરીને હોસંભેર પરણાવી છે સોશિયલ મીડિયા પર આ લગ્ન ચર્ચાઓ માં છવાયા છે.