Cli

પાકિસ્તાની વાહ મિમવાળા સ્ટાર લિયાકત અલીનું દુઃખદ નિધન ઘરમાંથી મળી આવ્યો મૃતદેહ…

Bollywood/Entertainment Breaking

આમનું નામ ભલે તમે ન જાણતા હોય પરંતુ એમનું વાહ વાળું મીમ જરૂર સાંભળ્યું હશે પાકિસ્તાનના મશહૂર ટીવી હોસ્ટ અને સાંસદ આમિર લિયાકતનું નિધન થઈ ગયું છે પાકિસ્તાની ઝીયો ટીવી મુજબ લિયાકત પોતાના ઘરમાં મૃત મળી આવ્યા છે આશંકા બતાવાઈ રહી છેકે એમનું નિધન હદયરોગના હુ!મલાને કારણે થયું છે.

ખબર હોય તો લિયાકત હાલમાં બીજી પત્નીને છૂટાછેડા અને ત્રીજી પત્નીના લગ્નને લઈને ચર્ચામાં હતા એમની ત્રીજી પત્ની એક ટિક્ટોક સ્ટાર હતી અને તે એમનાથી 31 વર્ષ નાની હતી લગ્નના કેટલાક સમય બાદ તે છૂટાછેડા માંગવા લાગી હતી એ ઘટનાને હજુ 20 દિવસ પણ નથી થયાને આમિર લિયાકત આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે.

જિયો ન્યુઝે લિયાકતના નોકરના હવાલે જણાવ્યું છેકે એમની તબિયત બુધવારથી જ ખરાબ હતી પરંતુ એમને હોસ્પિટલ જવાની ના પાડી દીધી તેના બાદ તેઓ દર્દથી બૂમો પાડી તો એમનો નોકર એમના રૂમમાં પહોંચ્યો પરંતુ અંદરથી દરવાજો બંદ હતો દરવાજો તોડવામાં આવ્યો તો આમિર લિયાકત રૂમમાં પડ્યા હતા.

જેના બાદ એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરોએ એમને મૃત જાહેર કર્યા અમીર ખાન 2018 માં ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈમાં સામેલ થયા હતા તેના બાદ તેઓ કરાચીથી સંસદ બન્યા પછીથી એમણે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધી હતું એમનું વાહ વાળું મીમ ભારતમાં ખુબ લોકપ્રિય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *