સુરત(Surat): શિક્ષણજગતને શરમમાં મુકનારી ઘટના સુરતમાં બની છે. અહીં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની (NagarPrathmikShikshanSamiti) શાળામાં (School) એક શિક્ષીકાના (Teacher) અશોભનીય વર્તનનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (ViralVideo) થયો છે, જેના શિક્ષણ (Education) જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મહિલા શિક્ષિકા આચાર્યને ગાળો દઈ તેને મારવા ધસી જતી હોવાનું વિડિયોમાં જોઈ શકાય છે.
SHARE TWEET SHARE EMAIL COMMENTS સુરત(Surat): શિક્ષણજગતને શરમમાં મુકનારી ઘટના સુરતમાં બની છે. અહીં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની (NagarPrathmikShikshanSamiti) શાળામાં (School) એક શિક્ષીકાના (Teacher) અશોભનીય વર્તનનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (ViralVideo) થયો છે, જેના શિક્ષણ (Education) જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મહિલા શિક્ષિકા આચાર્યને ગાળો દઈ તેને મારવા ધસી જતી હોવાનું વિડિયોમાં જોઈ શકાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભેસ્તાન વિસ્તારમાં આવેલી સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શાળાનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા શિક્ષિકા વિફરેલી છે. તે ગુસ્સામાં એલફેલ બોલી રહી છે. આચાર્યને ગાળો દઈ રહી છે.
આચાર્યને મારવા ધસી રહી છે. હાથમાં ચપ્પલ લઈ તે આચાર્યને મારવા દોડી રહી છે. પોલીસ આવ્યા બાદ પણ શિક્ષિકા શાંત થતી નથી અને આચાર્યા પર આક્ષેપો કરી ગુસ્સો ઠાલવી રહી છે. આ વિડિયો અંગે તપાસ કરતા એવી વિગતો બહાર આવી કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતી આ શિક્ષિકાની બદલી થતાં તે ગુસ્સે થઈ હતી. આચાર્ય દ્વારા વધુ કામ કરાવવામાં આવે છે અને ખોટી ફરિયાદ કરવામાં આવે છે એવા આક્ષેપો કરી તેણીએ હોબાળો મચાવ્યો હતો.
એક તરફ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા ત્યારે આ શિક્ષિકા આચાર્યની ઓફિસમાં હોબાળો મચાવી રહ્યાં હતાં. હાથમાં ચપ્પલ લઈને આચાર્યને મારવા દોડતા હતા. ગંદી ગાળો દેતા હતા. અન્ય શિક્ષિકાઓને પણ તે ગાળો દઈ રહ્યાં હતાં. પોલીસની હાજરીમાં જ ગાળાગાળી અને મારા મારીના દ્રશ્યો સર્જાયા હતા. આ અંગેનો વિડિયો વાયરલ થયા બાદ શિક્ષણ સમિતિએ તપાસ કરતાં અન્ય સ્કૂલમાં પણ આ શિક્ષિકા દ્વારા ઉગ્ર વર્તન કરાતું હોવાની ફરિયાદ બહાર આવી છે. શિક્ષણ સમિતિ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ શાળામાં ગાળો બોલી હંગામો મચાવનાર શિક્ષિકા સામે નજીકના દિવસોમાં શિક્ષાત્મક પગલાં પણ ભરાય તેવી પૂરી શક્યતા છે.
દરમિયાન એવી વિગતો બહાર આવી છે કે આ વિડીયો તારીખ 27 મી જાન્યુઆરી 2024 નો છે. ઘટના શિક્ષણ સમિતિની શાળા નંબર 215 ની છે. શાળામાં કામ ચલાઉ ફરજ બજાવતા શિક્ષિકા દિપાલીબેન જગદેવરાવ વાનખેડેએ હોબાળો મચાવ્યો હતો. વિડિયો વાયરલ થતાં સમિતિ એક્ટિવ થઈ હતી. વધુ તપાસ કરતા એવી હકીકત બહાર આવી હતી કે, બાળકો વાલીઓ શિક્ષકો તેમજ શાળાના મુખ્ય શિક્ષકોને અપશબ્દ બોલવા, ગાળો આપવી પોતે જ પોલીસ બોલાવી ખોટા આક્ષેપો કરવી એ આ શિક્ષિકાની કુટેવ છે. આ અગાઉ શાળા નંબર 135,175,52,240 જેવી શાળાઓમાં પણ આ જ ફરિયાદ આવી હતી. જોકે, ત્યારે શિક્ષણ સમિતિએ કોઈ કાર્યવાહી કરી નહોતી. આ શિક્ષિકાનું વર્તન બાળકો માટે તેમજ શાળા સ્ટાફ માટે ખૂબ જ ત્રાસદાયક છે. અગાઉ શિક્ષણ સમિતિમાં ઘણી વખત રિપોર્ટ થયેલ છે. તેથી તેણીને સસ્પેન્ડ કરાયા છે.