થોડા દિવસ પહેલા જ અમદાવાદના ઇસ્કોન બ્રીજ પાસે બનેલ હૃદયદ્રાવક અકસ્માતની ઘટના વિશે તો તમે જાણતા જ હશો. રાતના સમયે અમદાવાદના એસજી હાઇવે પર કેટલાક લોકો હાઇવે પર થયેલા થાર કારના અકસ્માતમાંથી ઘાયલોને બચાવવા પ્રયત્ન કરી રહ્યા હતા.
તે જ સમયે ફૂલ સ્પીડમાં આવતી જેગુઆર કારે પાછળથી હાઇવે પર મદદ કરી રહેલા ૯લોકોને કારની અડફેટે લીધા હતા જે બાદ ૯લોકોના મોત નીપજ્યા હતા.
હાલમાં આ ઘટનાના આરોપીને જેલની સજા આપવામાં આવી છે એવામાં આ અકસ્માતમાં મૃત્યુ પામેલ એક યુવકના પિતાનો વીડિયો સામે આવ્યો છે.મૃતકના પિતાનું કહેવું છે કે તે તરત જ ૫૦ હાજર રૂપિયા ચૂકવવા તૈયાર છે જો તેમનો મૃત્યુ પામેલો દીકરો કોઈ પાછો લાવી શકતું હોય.
પિતાનું કહેવું છે કે જો દીકરાને પાછો નથી લાવી શકતો તો આરોપીને પણ મોતની સજા મળવી જોઈએ.આ પિતાની આંખમાં ગુસ્સો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે પરંતુ આરોપી તથ્યની આંખ કે ચહેરા પર પોતાની ભૂલનો પસ્તાવો પણ જોવા મળી રહ્યો નથી.
વાત કરીએ તથ્ય પગ કઈ કંઈ કલમ લાગી શકે છે તો આઈપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮,૫૦૪,૫૦૬(૨) જેવી કલમો હેઠળ તથ્ય વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવશે.જો કે હાલમાં પોલીસ દ્વારા ઘટના સ્થળ નું બે બાદ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે.ઉપરાંત તથ્યને આલ્કોહોલ રિપોર્ટ પણ કરાવવામાં આવ્યો હતો.જો કે આ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.