લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોની પહેલી પસંદ છે આ શો સાથે જોડાયેલા તમામ કેરેક્ટર ને દર્શકો ખૂબ જ પસંદ કરે છે અને તેમની પર્સનલ વાતોને જાણવાની પણ ખૂબ જ ઉત્સુકતા ધરાવે છે શો માં ટપ્પુનુ પાત્ર ભજવનાર રાજ અનાદકટ છેલ્લા ઘણા સમય થી દેખાતા નથી પરંતુ તેમની ખબરો સામે આવતી રહે છે.
થોડા સમય પહેલા રાજ અનાદકટ ની મુનમુન દત્તા સાથે ડેટીગં ની ખબરો સામે આવી હતી ઘણા બધા ઇવેન્ટ અને રેસ્ટોરન્ટ માં બંનેની સાથે જોવા માં આવ્યા હતા તેઓના ઘણા સોશિયલ મીડિયા પર ફોટો અને વિડીયો પણ જોવા મળ્યા હતા જેનાથી લોકો એ કહી રહ્યા હતા કે મુનમુન દત્તા સાથે રાજ ડેટ કરી રહ્યા છે.
રાજ અનાદકટે પોતાના અભિનય ની શરૂઆત 2016 માં એક રીસ્તા ટીવી સિરિયલ થી કરી હતી અને તેઓ ત્યાર બાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મા ભવ્ય ગાંધી ના ગયા બાદ ટપ્પુના પાત્રમાં જોવા મળ્યા હતા હવે ખબરો સામે આવે છે કે પોતાનાથી 9 વર્ષ મોટી મુનમુન દત્તા જેઓ તારક મહેતા શોમાં બબીતાજી નું પાત્ર ભજવે છે.
તેમને ડેટ કરી રહ્યા છે તેઓ સેટ બહાર પણ ઘણા રેસ્ટોરન્ટ અને ઇવેન્ટ દરમિયાન મસ્તી કરતા જોવા મળે છે પરંતુ આ સંબંધો ને તેમને હજુ જાહેર કર્યા નથી પરંતુ તેઓનું નામ સતત મુનમુન દત્તા સાથે જોડવામાં આવી રહ્યું છે અને હવે એવી ખબરો સામે આવી છે કે તેઓ પોતાના સંબંધને જાહેર કરીને થોડા સમયમાં જ લગ્ન કરવા જઈ રહ્યા છે.