લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના મહેતા સાહેબ હવે બીજીવાર લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે એક્ટર સચિન શ્રોફે પોતાની 50 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરી લીધા છે ગઈ રાતે સચિન શ્રોફે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર અને ઈટીરીયર ડિઝાઈનર ચાદંની સાથે અગ્નિની સાક્ષી સાત ફેરા લીધા છે આ લગ્નમાં હાજરી આપવા.
માટે તારક મહેતા ની આખીય ટીમ પહોંચી હતી સચીન શ્રોફ ના લગ્ન ની જે તસવીરો સામે આવી છે એમાં સચીન શ્રોફ કેશરી રંગની શેરવાની માં ખુબ જ હેન્સમ લાગી રહ્યા છે જ્યારે તેમની પત્ની ચાદંની પણ દુલ્હન બની ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે
ચાદંની ગોલ્ડન બ્લુ કલર ની ચણીયાચોળી માં સુંદર ગળામાં જ્વેલરી સાથે જોવા મળી હતી.
વરરાજા અને દુલ્હનની જોડી ખુબ જ સુંદર લાગી રહી હતી બંને એકબીજા સાથે હસીને મીડિયા અને પેપરાજીને પોઝ આપી રહ્યા હતા બંનેના ચહેરા પર હાસ્ય જોવા મળતું હતું બંને એકબીજાથી લગ્ન કરીને ખૂબ જ ખુશ દેખાયા હતા આ લગ્નને યાદગાર બનાવવા માટે ટીવીના ઘણા બધા સ્ટાર ઉમટી પડ્યા હતા ખાસ કરીને તારક મહેતા ટીવી શોના.
એક્ટર જેઠાલાલ બબીતાજી ભીડે માધવી કોમલ હાથીભાઈ અંજલી સોનું સાથે આખીયે સ્ટાર કાસ્ટ ટીમ લગ્ન માં આમંત્રણ ને માન આપી ને ઉપસ્થિત રહી હતી આ સાથે સચીન શ્રોફ ના લગ્ન માં ગુમ હૈ કિસી કે પ્યાર હૈ ટીવી શો ની પણ આખીય સ્ટાર કાસ્ટ ટીમ આવી હતી સચિને પોતાના લગ્નની વાતને એકદમ સિક્રેટ રાખેલી હતી.
લગ્નની વાત માત્ર બે થી ત્રણ દિવસ પહેલા જ સામે આવી હતી હજુ સુધી કોઈને ખબર નહોતી કે સચિન કોની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે સચિનના આ બીજા લગ્ન છે સચિનના પહેલા લગ્ન ટીવી સીરીયલ ફેમસ અભિનેત્રી જુહી પરમાર સાથે સાલ 2009 માં થયા હતા સચિન અને જુહી ની એક.
નવ વર્ષની દીકરી પણ છે લગ્નના થોડા સમય બાદ બંને વચ્ચેના સંબંધો બગડી ગયા હતા સાલ 2018માં બંને વચ્ચે તલાક થયા હતા અને દીકરી જુહીને સોંપી દેવામાં આવી હતી તલાક બાદ જુહી પરમાર હજુ પણ સિંગલ છે તેને ના કોઈની સાથે પ્રેમ કર્યો છે કે ના કોઈની સાથે લગ્ન કર્યા છે ત્યારે સચિને.
પોતાના પરિવારજનોના કહેવાથી તેની બહેનની સહેલી ચાદંની સાથે લગ્ન કરી લીધા છે સોશિયલ મીડિયા પર લગ્નની આ તસ્વીરો ખૂબ જ વાયરલ થઈ છે આ તસવીરો પર ચાહકો લગ્નની શુભેચ્છાઓ પાઠવતા જોવા મળે છે વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.