કચ્છમાં કાબરઉ ની પાવન ધરતી પર મણીધર વડવાળી માં મોગલના બેસણાં છે માં મોગલના સાનિધ્યમાં હજારો શ્રદ્ધાળુઓ મનની મનોકામનાઓ લઈને આવે છે મા મોગલ ના સાનિધ્યમાં સાચા દિલથી બે હાથ જોડીને વંદન કરીને માં મોગલ ને અરજ કરે છે અને મા મોગલ સર્વે ભક્તોની મનોકામનાઓને પૂરી કરે છે.
મા મોગલ ના સાનિધ્યમાં ક્યારે ય ધન દોલતનું દાન લેવામાં આવતું નથી માત્ર અનાજ લેવામાં આવે છે એ પણ માં મોગલના સાનિધ્યમાં આવતા ભાવીભક્તો ને અપાતી પ્રસાદી ના સ્વરુપે એ વચ્ચે તાજેતરમાં માં મોગલ ના સાનિધ્યમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ નિમિત્તે ગુજરાતના નામી કલાકારો સાથે.
સંતો મહંતો પ્રોગ્રામમાં આવેલા હતા જે દરમિયાન ગુજરાતના નામાંકિત હાસ્ય કલાકાર માયાભાઈ આહીર અને ડાયરાના પ્રોગ્રામોથી ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર કિર્તીદાન ભાઈ ગઢવી આ પ્રોગ્રામમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા જે દરમિયાન મોગલ ધામ સાનિધ્ય ના ગાદીપતિ શ્રી ચારણ ઋષિ સામંત બાપુ.
આ ખાસ અવસરે ઉપસ્થિત રહ્યા હતા અને જે દરમિયાન તેમને જોતા કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહીર બાપુના આશીર્વાદ મેળવવાની અરજ કરી હતી બાપુએ બંનેના માથે હાથ મૂકી અને માં મોગલ તમારું કલ્યાણ કરે અને હંમેશા તમારા સપનાઓ પૂરા કરે માનવતાના કાર્યમાં હંમેશા.
સહભાગી રહેજો એવા શબ્દો કહેતા કિર્તીદાન ગઢવીના આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા અને મા મોગલ નો જય કાર બોલાવી તેમને કાર્યક્રમની શરૂઆત કરી હતી મા મોગલ ના સાનિધ્યમાં ચારણ ઋષિ શ્રી સામંતબાપુ છેલ્લા ઘણા વર્ષોથી સેવા આપે છે તેઓ હંમેશા મંદિરમાં દાનમાં.
આવતા પૈસાઓને પરત આપી અને જણાવે છે કે બહેન દીકરીઓ માટે આ પૈસાનો ઉપયોગ કરો અને આ પૈસા દીકરીઓને આપો એમ જણાવી તેઓ કોઈપણ પ્રકારનું પૈસાનું દાન સ્વીકારતા નથી સાથે લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા પણ આહવાન કરે છે ચારણ ઋષિ સામંત બાપુના ઘણા બધા સેવકો છે.
જેવો હંમેશા સામંત બાપુના સેવાકિય કાર્યોમાં સહભાગી રહે છે આજુબાજુના વિસ્તારમાં આવેલી ગૌશાળાઓ માં પણ હંમેશા સામંત બાપુ લોકોને દાન પુણ્ય કરવા જણાવે છે એ વચ્ચે કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહીર નો જે આ વિડીયો સામે આવ્યો હતો તે ખુબ વાઈરલ થયો છે.