હાલમાં સાળંગપુર હનુમાન મંદિરને લઈને ચાલી રહેલા વિવાદ અંગે તો તમે જાણતા જ હશો.હાલમાં જ સાળંગપુર મંદિરમાં હનુમાનજીની મૂર્તિની નીચે કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે.જેમના એકમાં હનુમાન સ્વામિનારાયણ ભગવાનને પ્રણામ કરતાં જોવા મળી રહ્યા છે.આ ભીંતચિત્રોમાં હનુમાનજીને દાસ બતાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ અન્ય એક ચિત્રમાં સહજાનંદ ભગવાન આસન પર બેઠા છે અને હનુમાન હાથ જોડી નીચે બેઠા છે તેવું દર્શાવવામાં આવ્યું છે.
આ ભીંતચિત્રો અંગે જાણ થતા જ હાલમાં સાધુ સંતો દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.મોરારી બાપુ થી લઇ બીજા અનેક સંતો તેમજ જાણીતા લોકોએ આ વિવાદ અંગે રોષ ઠાલવ્યો છે.સાથે જ લોકો પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પાસે માફીની અપેક્ષા રાખી રહ્યા છે.
એવામાં હાલમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત દ્વારા હનુમાનજીના અપમાન બદલ માફી માંગવામાં આવી છે જેનો એક વીડિયો હાલમાં સામે આવ્યો છે.
આ વીડિયોમાં સાળંગપુર મંદિરના વિવાદ અંગે વાત કરતાં સંતે જણાવ્યું કે સંતો ઘણીવાર પોતાના પદના અભિમાનમાં શિવ,રામ કે અન્ય દેવી દેવતા અંગે મનફાવે તે બોલી દેતા હોય છે જે ખોટું છે.
તેમને આ બદલ સોરી કહી માફી માંગતા કહ્યું કે આ વખતે માફ કરી દેવામાં આવે.આ અમારી ભૂલ છે.આજ પછી જો કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત આવું બોલે તો તેને મળી તેને ધર્મ અંગે જણાવવું જરૂર લાગે તો કાયદાકીય પગલા પણ લેવા.