સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેટલી પોતાની ફિલ્મને કારણે ચર્ચામાં રહેતી હોય છે એટલી જ ઇન્ડસ્ટ્રીના અભિનેતાઓની હરકતો ને કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે. આપણે અનેક વાર સાઉથના કેટલાક અભિનેતાના કાળા કામો વિશે સાંભળી ચૂક્યા છીએ. હાલમાં પણ સાઉથ ઇન્ડટ્રીના એક અભિનેતા અંગે ખબર સામે આવી છે. કન્નડ ફિલ્મોના એક અભિનેતા ને પોલીસ દ્વારા અરેસ્ટ કર્યો હોવાની ખબર સામે આવી છે.કન્નડ ફિલ્મોના અભિનેતા દર્શન ને પોલીસે અરેસ્ટ કરી પૂછતાછ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અગ્નિ તો દર્શને એક વ્યક્તિને દુનિયાથી અલવિદા કરાવી દીધો છે. આ વ્યક્તિ તેની પત્નીને આપત્તિજનક મેસેજ કરતો હોવાથી તેને દુનિયાથી દૂર કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.
અભિનેતા દર્શને 33 વર્ષના રેણુકા સ્વામી નામના વ્યક્તિને દુનિયાથી દૂર કરાવી દીધો છે. મધ્ય માહિતી અનુસાર રેણુકા સ્વામી ઓપોલોમાં જોબ કરતો હતો. અભિનેતા દર્શનને એક ચાહત તરફથી જાણકારી મળી હતી કે, રેણુકા તેની બીજી પત્ની ને આપત્તિજનક મેસેજ કરે છે, જે બાદ દર્શને રેણુકા ને પકડાવી, ગોડાઉનમાં બોલાવ્યો અને તેની દુનિયાથી દૂર કરી દીધો.
રેણુકા જ્યારે ઘરે ન પહોંચ્યો તો તેના પરિવારવાળાએ તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.જે બાદ તપાસ હાથ ધરાવામાં આવી. દર્શન દ્વારા ગુનો થયો હોવાનો પરિવાર દ્વારા આરોપ લગાવવામાં આવતા પોલીસે તેને અરેસ્ટ કર્યો. સાથે જ તેની બીજી પત્ની અને બીજા 9 લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે.