અમદાવાદના રસ્તા ઉપર થોડા સમયથી રેસિંગ કરતા બાઈક રાઈડર અને ગાડીઓનો ત્રાસ વધતો જાય છે ઘણી વાર વધારે સ્પીડ ના કારણે રસ્તા પર ચાલતા રાહદારીઓ અને ગરીબ લોકો જે રસ્તાઓ પર સુતા હોય છે તેઓ અકસ્માત નો પણ ભોગ બનતા હોય છે પોલીસ પ્રશાસન નો ડર રાખ્યા વિના થોડી ઘણી રકમ માટે.
સ્પર્ધા કરતા કાર ચાલકો દિન પ્રતિદિન બેફાટ થયા છે ખાશ કરીને સિંધુ ભવન રોડ એસપી રીંગ રોડ અને અન્ય પોસ વિસ્તારમાં આ પ્રકારના સ્ટંટબાજ વધુ જોવા મળે છે એ વચ્ચે તાજેતરમાં શહેરના પોશ વિસ્તારમાંથી એક suv કાર ચાલકનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે SUV કારને બેફામ રીતે ચલાવી રાત્રિના.
સમયે લોકો માં ભય ઉભો કરી લોકોમાં ફફડાટ ફેલાવ્યો હતો સામે આવેલા વીડિયોમાં નહેરુ બ્રિજથી લકી સ્ટોલ સુધી એક SUV કાર પુરપાટ ઝડપે જતી જોવા મળે છે બેફામ રીતે ચલાવતા આ કાર ચાલકને પકડવા માટે પોલીસ સક્રિય થઈ છે આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ આ ગાડીના ચાલકને શોધી રહી છે અને જેના વિરુદ્ધ.
ગુનો નોંધી કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો છે થોડા સમય પહેલા સિંધુભવન રોડ પર આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં બેફામ રીતે કાર ચલાવતા લોકોની પોલીસે ધડપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી એ વચ્ચે તાજેતરમાં નહેરુ બ્રિજથી લકી સ્ટોલ સુધી રેસ લગાવતા આ કાર ચાલકનો વિડીઓ સામે આવ્યો છે.
જે વિડીઓ તેની પાછડ રહેલા કોઈ અન્ય વ્યક્તિ એ ઉતારેલો છે તેને લકી સ્ટોલ ના વંણાક પર અનોખા ભયજનક રીતે સ્ટંટ કર્યા હતા આ સમયે પોલીસ હાજર નહોતી સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે અમદાવાદમાં ઘણા બધા વિડીઓ રીલ સામે આવતા રહે છે પોલીસ આ પ્રકારની હરકતો ને ડામવા માટે સક્રિય બની છે.
અને આ વિડીયો સામે આવ્યા બાદ ઉચ્ચતર અધિકારીઓએ તપાસ કરી અને કડક સજા આપી છોડવામાં ન આવે તેવા આદેશો આપ્યા છે પોલીસે સીટી સીવી ફૂટેજ ના આધારે આરોપી ને પકડવાની કવાયત હાથ ધરી છે આ પહેલા પણ સિંધુભવન રોડ પર જાહેર માર્ગ પર કેટલાક યુવાનોએ સ્કોર્પિયો ગાડીમાંથી ફટાકડા ફેંકી રોડ પર ચાલ્યા જતા રાહદારીઓને હેરાન કર્યા હતા.
પોલીસે ગણતરીના કલાકોમાં તે નબીરાઓને પકડી અને રસ્તા પર લાવી એ જ જગ્યાએ તેમને મેથીપાક આપ્યો હતો અને તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી અને સ્કોર્પિયો જમા કરી લીધી હતી એ વચ્ચે તાજેતરમા આવેલા આ વિડીઓ બાદ પોલીસનો રાત્રીના સમયે બંદોબસ્ત માં વધારો કરી દેવાયો છે.