કહેવાય છે કે જ્યારે તમે એક ઊંચાઈએ પહોંચી જાવ ત્યારે લોકો તમારી નાનામાં નાની ભૂલને પણ ધ્યાનથી જોતા હોય છે હાલમાં આવું જ કઈક મિસ યુનિવર્સ અને બોલીવુડની જાણીતી અભિનેત્રી સુષ્મિતા સેન સાથે થયું સુષ્મિતા સેનનો હાલમાં એક વિડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં સુષ્મિતા નીચે પડતાં પડતાં બચી જાય છે.
આ વીડિયો મુંબઈના ખાર વિસ્તારમાં આવેલા જોયા સ્ટોરની બહારનો હોવાનું સામે આવ્યું છે વીડિયોમાં દેખાઇ રહ્યું છે તે મુજબ સુષ્મિતા ઝોયા સ્ટોરમાંથી બહાર નીકળી રહી હતી તે જ સમયે સ્ટોરના દરવાજા પર રાખવામાં આવેલ ડોરમેટમાં તેમના સેન્ડલની હિલ્સ ફસાઈ જાય છે અને તે નીચે પડવા જેવી સ્થિતિમાં આવી જાય છે.
જો કે સુષ્મિતા પોતાની જાતને સંભાળી લે છે અને મીડિયાને પોઝ આપતી જોવા મળે છે તમને જણાવી દઇએ કે વિડિયો વાયરલ થતા જ અનેક લોકો આ વીડિયોમાં કૉમેન્ટ કરી રહ્યા છે વિડિયોના કૉમેન્ટમાં એક વ્યક્તિએ કહ્યું કે કોઈ પડતી વખતે પણ આટલું સુંદર કઈ રીતે લાગી શકે તો બીજા એક વ્યક્તિએ કૉમેન્ટમાં કહ્યું કે સુષ્મિતાની તો પડતાં રહેવાની આદત છે.
હું એક શોમાં ગયો હતો ત્યાં પણ આવું જ થયું હતું તો એક વ્યક્તિએ તો આ સ્થિતિની મજાક બનાવતા કહ્યું કપડામાં કઈ આવી ગયું છે કે શું જો કે સુષ્મિતાએ આ બનાવને ભૂલીને પોતાના આગવા અંદાજ સાથે મીડિયાને પોઝ આપ્યા હતા તે વ્હાઇટ ડ્રેસ અને ગળામાં ડાયમંડ નેકલસ સાથે ખૂબ જ સુંદર લાગી રહી હતી.