સામાન્ય રીતે ગુજરાતીઓના પરિવારમાં એવું જોવા મળતું હોય છે કે અહીં કોઈપણ મોટો પ્રસંગ હોય કોઈપણ સારા દિવસો હોય પરંતુ તે ઝઘડા કે વિવાદ વગર પુરા થતા નથી. ગુજરાતી પરિવારમાં કોઈ પણ મોટા પ્રસંગ કે કોઈપણ ઉજવણી દરમિયાન કોઈને કોઈ વિવાદ ઊભો થતો જ હોય છે. હાલમાં આ બાબત ગુજરાતમાં બનેલી વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગના ઉદ્ઘાટન સમયે પણ લાગુ પડતી જોવા મળી રહી છે. તમારામાંથી ઘણા લોકો સમજી ગયા હશે કે અમે કઈ બિલ્ડિંગ વિશે વાત કરી રહ્યા છીએ. અમે વાત કરી રહ્યા છીએ સુરતમાં બનેલા ડાયમંડ બુર્સ અંગે.
સુરતમાં બનેલા ડાયમંડ બુર્સ હાલમાં જ આગામી ૧૭ડિસેમ્બરના રોજ ઉદઘાટન થવા જઈ રહ્યું છે. પાછલા ઘણા વર્ષોથી આ ડાયમંડ બુર્સ અંગે ચર્ચા કરવામાં આવી રહી હતી. ગુજરાતીઓ અને ખાસ કરીને સુરતીઓમાં આ બિલ્ડિંગને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. પરંતુ હાલમાં દરેક ગુજરાતીઓ અને સુરતીઓના આ ઉત્સાહ પર પાણી ફરી વળ્યું છે કારણ કે બિલ્ડીંગના ઉદ્ઘાટન પહેલા જ આ બિલ્ડિંગ એક વિવાદમાં સપડાતું જોવા મળી રહ્યું છે.માહિતી અનુસાર આ બિલ્ડિંગ બનાવનાર કંપની દ્વારા મેનેજમેન્ટ પર ૫૩૮ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
જોકે આ તો કાયદાકીય મામલો છે પરંતુ આ સિવાય પણ એક એવી મોટી બાબત છે જેને લઈને ગુજરાતીઓ તેમજ સુરતીઓને શર્મશાર થવું પડે તેમ છે એ તો તમે જાણતા જ હશો કે હાલમાં જે જગ્યા પર ડાયમંડ બુર્સ બનાવવામાં આવ્યું છે તે જગ્યા પર પહેલા મહાનગરપાલિકાની ડમ્પીંગ સાઈટ એટલે કે, આખા સુરત શહેરના કચરાને ઠાલવવાની જગ્યા હતી. ડાયમંડ બુટ્સના બાંધકામ સમયે તે સાઈટ પરથી ૩૨ લાખ મેટ્રિક ટન કચરો દૂર કરવામાં આવ્યો હતો અને બિલ્ડિંગ નું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું જોકે હાલમાં સામે આવેલી માહિતી અનુસાર આ ૩૨ લાખ મેટ્રિક ટન કચરાને દૂર કર્યા બાદ પણ બિલ્ડીંગ થી થોડે દૂર ૧૫ લાખ મેટ્રિક ટન કચરો છે જેનો હજુ સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી.
જણાવી દઈએ કે આ ડાયમંડ બુર્સમાં ઉદ્ઘાટન બાદ ઘણા વિદેશીઓ અથવા હીરાના વેપાર સાથે સંકળાયેલા મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ આ ડાયમંડ બર્સની મુલાકાત લેવામાં આવવાના છે એવામાં આ કચરાની ગંદકી ગુજરાતીઓની છાપ ખરાબ કરશે એ તો નક્કી છે જો કે મહાનગરપાલિકાના કમિશનરનું કહેવું છે કે તેમને આ કચરાના નિકાલ માટે નવી સાઈટ શોધી છે સરકારના પર્યાવરણ મંત્રાલય તરફથી મંજૂરી મળતા જ આ કચરાનો નિકાલ કરવામાં આવશે.