Cli
sunny devol news

સની પાજીનો બંગલો વેચાતો બચાવવા દોડી આવ્યા અક્ષય કુમાર, આટલા કરોડ ચૂકવશે…

Breaking

આજના યુગમાં બે સગા ભાઈ પણ મુસીબતના સમયમાં પૈસા આપવામાં પાછીપાની કરતા હોય છે.પોતાના ભાઈને મકાન વહેચવું પડે તેમ છતાં ભાઈ કે મિત્ર પૈસાની મદદ નથી કરતા હોતા એવામાં બોલીવુડના એક અભિનેતાએ હાલમાં મિત્રતાની મિશાલ રજૂ કરી છે.બોલીવુડના એક અભિનેતાએ પોતાના મિત્રને ૪૦ કરોડ રૂપિયા આપી તેના ઘરની હરાજી થતા બચાવી છે.

જણાવી દઇએ કે આ દિલદાર અભિનેતા બીજું કોઈ નહિ પરંતુ અક્ષય કુમાર છે.હાલમાં જ બેંક ઓફ બરોડા દ્વારા અભિનેતા સની દેઓલના બંગલાની હરાજી કરવા અંગે ખબર સામે આવી હતી બેંક ઓફ બરોડા દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે સની દેઓલે લોનના ૫૬ કરોડ રૂપિયાની ચુકવણી કરી નથી જેને કારણે તેમના જુહુ સ્થિત બંગલાની હરાજી કરવામાં આવશે.

આ ખબર બાદ જ્યા એક તરફ લોકો સની દેઓલ અંગે વાતો કરી રહ્યા હતા તો બીજી તરફ અક્ષય કુમારે સની દેઓલ સાથે મુલાકાત કરી તેમને ૪૦ કરોડ રૂપિયાની મદદ કરવાનો નિર્ણય કર્યો હતો.

જાણકારી અનુસાર બંને અભિનેતાની આ મીટિંગ બાદ બેંકે હરાજીનો નિર્ણય મોકૂફ રાખ્યો છે.ખાસ વાત તો એ છે કે સની દેઓલની ગદર -૨ ફિલ્મને કારણે અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ -૨ ને ઘણું નુકસાન થયું છે. તેમ છતાં અક્ષયે સની દેઓલની મદદ માટે હાથ આગળ કર્યો છે હાલમાં આ મદદને કારણે દેઓલ પરિવારની ચિંતામાં થોડો ઘટાડો થયો છે.જો કે સની દેઓલ બેંક અધિકારીઓ સાથે પણ આ અંગે વાત કરશે તેવું હાલમાં કહેવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *