સુમોના ચક્રવર્તી તેના એક વિડિયો માટે વાયરલ થઈ હતી તો ક્યારેક બિકિની પહેરવા પર બદનામ થઈ હતી તેમને દર દર ઠોકરા ખાવા પર મજબુર કરી દીધી હતી પણ તે ગભરાઈ નહીં તેણે પોતાનું કરિયર જાળવી રાખ્યો અને આજે તે કપિલ શર્મા શોમાં કોમેડિયન તરીકે કામ કરે છે ભલે લોકો તેને સિરિયલમાં કામ કરતા હતા ત્યારથી જાણતા હતા પણ તેની સાચી પહેચાન કપિલ શર્મા શોથી જ થઇ છે કપિલ અને સુમોના એક કોમેડી સર્કસમાં સાથે કામ કરતા હતા કપિલએ પહેલા પણ ઘણી એક્ટ્રેસ સાથે કામ કર્યું હતું પરંતુ સુમોના જ એક એવી હતી જેણે કપિલ શર્માના બંને શોમાં કામ કર્યું છે ધ કપિલ શર્મા શો માં પણ તે જોવા મળી રહી છે.
કહેવાય છે કે સુમોના કપિલ શર્મા માટે ખૂબ જ લક્કી છે અને આ જ કારણ છે કે કપિલ શર્મા તેને હંમેશા સાથે રાખે છે પરંતુ કપિલ શર્મા અને સુમોના આ વાત પર પોતાની દોસ્તી નથી રાખતા પરંતુ જ્યારે પણ તેઓને અડચણ પડે છે ત્યારે તેઓ બંને એકબીજાને મદદ કરે છે. તેઓ હંમેશા સાથે દેખાય છે આ જ કારણ છે કે કપિલ શર્મા અને સુમોના હંમેશા સાથે જોવા મળે છે કપિલ શર્મા અને સુનિલ બરોબર વચ્ચે ઝઘડો થતા તેઓ વચ્ચે મતભેદ થયા હતા અને તેમનો શો બંધ થઈ ગયો હતો ત્યાર પછી કપિલ શર્માએ દારૂ પીવાનું શરૂ કર્યું હતું અને તેમણે એક નવી ટીમની શોધ કરી હતી.
ત્યારે ટીમમાં પણ સુમોના ચક્રવર્તી જોવા મળી હતી એવું નથી કે સુમોનાને બીજા કોઈ પ્રોજેક્ટ નથી મળ્યા પરંતુ સુમોના હંમેશા કપિલ શર્મા સાથે જ કામ કરતી રહી છે એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેને પૂછવામાં આવ્યું હતું કે તમે ક્રિષ્ના સાથે ક્યારે કામ કરશો ત્યારે સુમોનાએ કીધું હતું કે મને પહેલા પણ ક્રિષ્ના તરફથી આ ઓફર આવી છે પરંતુ મેં ત્યારે પણ ના કરી હતી અને આગળ પણ હું માન્ય નહીં કરું હું હંમેશા કપિલ શર્મા સાથે જ કામ કરીશ.
આ પરથી આપણે જોઈ શકીએ છીએ કે સુમોના પૈસાના લીધે કપિલની સાથે નથી પરંતુ તે સાચે માં દોસ્તી નિભાવી રહી છે દરેક મુશ્કેલીઓ માં કપિલ શર્માનુ સાથ આપે છે અને તેની દોસ્તી નિભાવે છે કપિલ શર્માને પણ ખબર છે કે કોણ તેમના સાથે સાચેમાં દોસ્તી નિભાવી રહ્યું છે અને કોણ નહીં.